આ શેરે તેના રોકાણકારોને બનાવ્યા માલામાલ, એક અઠવાડિયામાં જ 1 લાખના બનાવી દીધા 2 લાખથી પણ વધારે

છેલ્લા ઘણા સમયમાં કેટલાક શેરને લઇને એવી એવી ખબરો સામે આવી છે કે, આપણે પણ તેમાં રોકાણ કરવાનું મન બનાવતા હોઇએ છીએ. ત્યારે હાલમાં વધુ એક સ્ટોકની ખબર સામે આવી છે, જેણે માત્ર 8 દિવસમાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે અને આ શેરમાં જેણે પણ 1 લાખ રોક્યા તેના 2.21 લાખ કરી દીધા છે. આ SME સ્ટોકે માત્ર 8 દિવસમાં રોકાણકારોને 121% નું મજબૂત વળતર આપ્યું છે. અહીં અમે BSAના SME પ્લેટફોર્મ એટલે કે BSE SME પર લિસ્ટેડ કંપની Evans Electric વિશે વાત કરી રહ્યા છીએ.

શુક્રવારે ઇવાન્સ ઇલેક્ટ્રિકનો શેર 10 ટકા વધીને રૂ. 189.75 પર અપર સર્કિટ પર પહોંચ્યો હતો, જે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી છે. ખાસ વાત એ છે કે આ SME કંપની હેવી વોલ્યુમ સાથે તેજી બતાવી રહી છે. બીએસઈ પર શેરનું સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ વધીને 1,14,000ના સ્તરે પહોંચ્યું છે, જે કંપનીની કુલ ઈક્વિટીના 8 ટકાથી વધુ છે. ડેટા દર્શાવે છે કે છેલ્લા બે સપ્તાહમાં સરેરાશ 10,000 શેરનો વેપાર થયો છે. છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં શેરમાં 121 ટકાની મજબૂત તેજી જોવા મળી છે. 7 નવેમ્બરે શેર રૂ.86ના સ્તરે હતો.

અગાઉ, સ્ટોક 1 જુલાઈ, 2020 ના રોજ 300 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. ઇવાન્સ ઇલેક્ટ્રીક BSE ના M ગ્રુપ હેઠળ SME સેગમેન્ટમાં વેપાર કરે છે. BSE SME પર ટ્રેડ થયેલા શેરને ડીમેટ મોડમાં સેટલમેન્ટની જરૂર છે. કંપનીમાં પ્રમોટર્સની હિસ્સેદારી 59.44 ટકા છે, જ્યારે ઇન્ડિવિજ્યુઅલ શેરહોલ્ડર્સ પાસે 23.32 ટકા અને પ્રમુખ મેનેજરિયલ પર્સનલ નીલસન લિઓનલ ફર્નાડિંસ પાસે 14.69 ટકા હિસ્સેદારી છે.

નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એટલે કે એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં, કંપનીનો નફો વધીને રૂ. 2.73 કરોડ થયો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 37.67 લાખ હતો. ઇવાન્સ ઇલેક્ટ્રિક મોટી મોટરોના સમારકામ અને જાળવણીના ક્ષેત્રમાં છે. જનરેટર અને ટ્રાન્સફોર્મર્સ છે. તમામ ઉદ્યોગોને તેમના ઉત્પાદનોની જરૂર છે. ભારે ઉદ્યોગોને મોટા ઇલેક્ટ્રિક મશીનોની જરૂર પડે છે. કંપનીએ કહ્યું કે જેમ જેમ આ મશીનો જૂના થતા જાય છે તેમ તેમ તેને વધુ સમારકામ અને જાળવણીની જરૂર પડે છે.

Shah Jina