મોટી દુર્ઘટના : કાર અને મિની ટ્રક વચ્ચે થઇ જોરદાર ટક્કર, 6 લોકોની મોત-4 ઘાયલ, CMએ જતાવ્યો શોક

દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે હાલમાં જ એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પાંચ-છ લોકો મોતને ભેટ્યા હોવાના સમાચાર છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત બાદ મૈનપુરી-ઈટાવા રોડ પર જામની સ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માત પોલીસ સ્ટેશન સૈફઈ વિસ્તારના નાગલા રાઠોડ પાસે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારનું આગળનું વ્હીલ, એન્જિન બધું બહાર આવી ગયું હતું.

આ ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. યુપી સીએમ યોગી આદિત્યનાથે પણ ઈટાવા દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે ઘાયલ લોકોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.ઈટાવા વિસ્તારના મૈનપુરી રોડ પર નાગલા બારી ગામ પાસે બુધવારે બપોરે આ માર્ગ અકસ્માત થયો હતો.

અહીં મિની ટ્રક (DCM) અને કારની જોરદાર ટક્કર થઈ હતી. ઘટનાની માહિતી મળતા જ સંબંધિત પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ ટ્રાફિકને અવરોધિત કરી દીધો હતો જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. માહિતી મળતાં પહોંચેલી પોલીસે કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

પોલીસે અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં બેકાબૂ કાર ટાયર ફાટતાં મીની ટ્રક સાથે સીધી અથડાઈ હતી અને તે બાદ ફંગોળાઈ હતી. પોલીસ તમામને મેડિકલ યુનિવર્સિટી લઈ ગઈ. ત્યાં ડોક્ટરોએ છ લોકોને મૃત જાહેર કર્યા હતા. પાંચ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. ઘાયલોમાં મીની ટ્રક ચાલકનો પણ સમાવેશ થાય છે.

Shah Jina