હાથીનો આવો અદ્ભૂત ટેલેન્ટ આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયો હોય, જુઓ વીડિયોમાં હાથીએ કેવી રીતે બનાવ્યું શાનદાર પેઇન્ટિંગ

માણસોની અંદર ભરપૂર ટેલેન્ટ પડેલો હોય છે, કારણ કે માણસ શાળાઓ અને કોલેજોમાં ભણવા માટે જાય છે, અને પોતાના આસપાસના જગતમાંથી પોતાની બુદ્ધિથી વિચારતા હોય છે. પરંતુ ઘણા પ્રાણીઓ પણ ખુબ જ ટેલેન્ટેડ હોય છે અને તેમના આવા અદભુત ટેલેન્ટના વીડિયો પણ ઘણીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

હાલ એવા જ એક ટેલેન્ટેડ હાથીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી તેની સૂંઢ વડે પેઇન્ટિંગ બનાવી રહ્યો છે. તમે ભાગ્યે જ કોઈ હાથીને પેઇન્ટિંગ બનાવતા જોયા હશે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. હાથી પોતાની ભવ્ય પેઇન્ટિંગ બનાવતો જોવા મળે છે.વીડિયોમાં જોઈ શકાય છે કે રંગની પીંછીને તેની પોતાની સૂંઢથીપકડીને હાથી સામેના બોર્ડ પર એક ચિત્ર બનાવી રહ્યો છે.

હાથી પોતાની પેઇન્ટિંગને એવી પરફેક્ટ રીતે બનાવતો જોવા મળે છે, જાણે તેણે પોતાને અરીસામાં જોયો હોય. પહેલા હાથી સૂંઢ બનાવે છે. આ પછી તે પોતાના ચાર પગ બનાવે છે. પછી ખૂબ જ અંતે તે ચિત્રની પૂંછડી બનાવે છે. હાથીને આવી પેઇન્ટિંગ કરતા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકો કહે છે કે હાથી ખરેખર બહુ બુદ્ધિશાળી પ્રાણી છે.

આ વીડિયો IFS ઓફિસર પ્રવીણ અંગુસામીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. 45 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તેને અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. વીડિયો જોઈને લોકો હાથીની અદભૂત પ્રતિભાના વખાણ કરી રહ્યા છે. વીડિયો જોઈને એક યુઝરે કહ્યું, ‘આ ધરતી પર કંઈ પણ અશક્ય નથી’.

Niraj Patel