શું તમે હાથીઓને ક્યારેય Kiss કરતા જોયા છે? તો જૂઓ આ Videoમાં હાથીનો રોમાંસ

લોકોને સોશિયલ મીડિયા પર પ્રાણીઓના રમુજી અને સુંદર વીડિયો જોવાનું ગમે છે. લોકોને ઇન્ટરનેટ પર કૂતરાં, બિલાડીઓ, વાંદરાઓ અને હાથીઓના રમૂજી વીડિયો જોવાનું ખુબ ગમે છે. કેટલીકવાર આ વિડિઓઝ આપણા ખરાબ મૂડને પણ સુધારી દે છે. જો તમને હાથીઓના વીડિયો જોવાનું ગમે છે અને તમે ઇન્ટરનેટ પર હાથીઓના રમુજી વિડીયો શોધી રહ્યા છો, તો તમને આ વિડીયો ચોક્કસપણે ગમશે. આ વિડીયો એટલો સુંદર છે કે તમે તેને વારંવાર જોવાની ઈચ્છા કરશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે હાથીના બાળકો એકબીજાને ચુંબન કરતા જોવા મળે છે. તેઓ તે કેવી રીતે કરે છે તે જાણવા માટે, સંપૂર્ણ વિડિઓ અહીં જુઓ .

આ વીડિયો શેલ્ડ્રીક વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શન લખ્યું છે – એલિફન્ટ કિસિસ… 3 ઓક્ટોબરના રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 17.8K વ્યૂઝ મળ્યા છે, જ્યારે તેને 458 લોકોએ રીટ્વીટ કર્યું છે અને 3,124 લોકોએ તેને લાઈક કર્યો છે. શેલ્ડ્રીક વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ કેન્યા સ્થિત સંસ્થા છે જે અનાથ હાથીના બાળકોને બચાવવા, પુનર્વસવાટ અને મુક્તિ માટે કામ કરે છે.

આ વીડિયો 17 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકોને આ વીડિયો એટલો ક્યૂટ અને ફની લાગ્યો કે લોકો આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, “મારા માટે થોડી કિસ બચાવીને રાખે, જ્યાયે બીજાએ લખ્યું – હું એકને પસંદ કરીશ, ત્રીજાએ લખ્યું – સૌથી સુંદર વસ્તુ જે મેં પહેલા ક્યારેય જોઈ નથી.

YC