પાર્કમાં હાથીને જોવા માટે આવેલા પ્રવાસીઓમાં એક છોકરીએ કરી એવી હરકત કે ગજરાજને આવી ગયો ગુસ્સો, પછી કર્યું એવું કે… જુઓ વીડિયો

હાથી અને માણસોની મિત્રતા વર્ષો જૂની છે,  સોશિયલ મીડિયામાં હાથી અને માણસની આ મિત્રતાના ઘણા બધા વીડિયો પણ આપણે વાયરલ થતા જોયા હશે, હાથીએ જંગલનું ખુબ જ વિશાળકાય પ્રાણી છે અને  જે લોકો હાથીને જંગલમાં નથી જોવા જઈ શકતા તે લોકો હાથીને જોવાનો આનંદ પ્રાણી સંગ્રહાલયમાં પણ માણતા હોય છે.

કેટલીકવાર કેટલાક લોકો આવા પ્રાણીઓની સામે મજાક કરવા લાગે છે, પરંતુ પાછળથી જ્યારે તેઓ બદલો લે છે ત્યારે તેમને પસ્તાવો થાય છે. સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરી વિશાળ હાથીની સામે એવું કામ કરે છે કે તેને પાછળથી પસ્તાવો થાય છે. હવે આ વીડિયો જોઈને લોકો હસી રહ્યા છે અને હાથીથી દૂર રહેવાની સલાહ પણ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સાત લોકોનું જૂથ હાથીના ઘેરાની બહાર ઊભું છે. બધા હસતા રહે છે અને વિશાળ હાથી તરફ જોઈ રહ્યા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે બે છોકરીઓ હાથીની સૂંઢને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે, તેની બાજુમાં ઉભેલી એક છોકરી તેનો સ્માર્ટફોન બહાર કાઢે છે અને ગુપ્ત રીતે હાથીનો વીડિયો બનાવવા લાગે છે. તેને ખબર નહોતી કે હાથી જલ્દી તેના પર હુમલો કરશે. થોડી જ સેકન્ડોમાં હાથીએ તેની સૂંઢ વડે છોકરી પર હુમલો કર્યો.

હાથીએ છોકરીના ચહેરા પર જોરથી સૂંઢ મારી અને પછી તે દૂર ગઈ અને પડી ગઈ. આજુબાજુ ઉભેલા દરેક લોકો ડરી ગયા અને હાથીથી દૂરી બનાવી લીધી. આ પછી છોકરીનો ફોન જમીન પર પડી જાય છે અને હાથી તેને તેની સૂંઢ વડે ખેંચવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાં હાજર એક છોકરો ફોન ઉપાડી લે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel