ગાડી લઈને જંગલમાંથી પસાર થતો હતો પરિવાર, ત્યારે જ સામે આવી ગયો વિશાળ ગજરાજ, અંદર બેઠેલા લોકોએ શરૂ કર્યો મંત્રોચાર અને પછી… જુઓ વીડિયો

જંગલમાંથી પસાર થતી કાર સામે આવી ગયો અચાનક હાથી, અંદર બેઠેલા લોકોનો જીવ તાળવે ચોંટ્યો અને શરૂ કર્યો મંત્રોચાર..જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

ઘણા લોકો એવા હોય છે જે પ્રાણીઓને જોવા માટે જંગલ સફારીમાં જતા હોય છે. પરંતુ ઘણીવાર જંગલ સફારીમાં જતા સમયે તેમની સાથે કંઈક એવું થાય છે જેના વીડિયો જોઈને કોઈના પણ હોંશ ઉડી જાય, ઘણીવાર કેમેરામાં એવી એવી ઘટનાઓ કેદ થઇ જાય છે કે તેના વીડિયો વાયરલ થઇ જતા હોય છે.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે લોકોથી ભરેલું એક વાહન જંગલમાંથી પસાર થતા રસ્તા પરથી જઈ રહ્યું હતું ત્યારે એક હાથી તેમની સામે આવી ગયો. આવી સ્થિતિમાં ડ્રાઈવર વાહન રિવર્સ કરવા લાગે છે. હાથીને સામે જોઈને લોકો પણ ખુબ જ ડરી જાય છે.

ધીમે ધીમે હાથી વાહનની એકદમ નજીક આવે છે ત્યારે તેમાં સવાર મુસાફરો ગજરાજને શાંત કરવા માટે મંત્રોચ્ચાર કરવા લાગે છે. ડ્રાઈવર વાહનને રિવર્સ કરતો જોવા મળે છે અને અંદર બેઠેલા મુસાફરો હાથીથી બચવા સતત મંત્રોચાર કરી રહ્યા છે. આખરે હાથી રોડના કિનારે ચાલવા લાગે છે અને વાહન રોડ પરથી હાથીની આગળ નીકળતા અંદર બેઠેલા લોકો પણ રાહતનો શ્વાસ લે છે.

આ વીડિયો IPS ઓફિસર રુપિન શર્માએ પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું “જ્યારે બ્રાહ્મણોથી ભરેલી કારની સામે જંગલી હાથી આવે છે.” અત્યાર સુધીમાં આ ક્લિપને લાખો લોકો જોઈ ચુક્યા છે અને હજારો લોકોએ લાઈક કર્યો છે. તો કોમેન્ટમાં કેટલાક યુઝર્સે કહ્યું કે આને મંત્રોની શક્તિ કહેવામાં આવે છે, જ્યારે અન્ય લોકોએ લખ્યું તે ગણપતિ અથર્વશીષનો પાઠ કરી રહ્યા હતા.

Niraj Patel