અચાનક રહેણાક વિસ્તારમાં આવી ગયો ગુસ્સે ભરાયેલો હાથી, એક વ્યક્તિ સ્કૂટી લઈને ભાગવા જતો હતો અને ત્યાં જ સ્કૂટીની કરી એવી હાલત કે… જુઓ વીડિયો

શાંત કહેવાતો હાથી ગુસ્સે ભરાઈને આવી ગયો બજારમાં, લોકો પોતાનો જીવ બચાવીને ભાગતા જોવા મળ્યા, જુઓ કેવી મચાવી ઉથલ પાથલ, વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. જેમાં કેમેરામાં પ્રાણીઓના ઘણા એવા એવા વીડિયો કેદ થઇ જતા હોય છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. તો ઘણીવાર પ્રાણીઓની ક્યુટનેસના પણ વીડિયો વાયરલ થતા હોય છે. ઇન્ટરનેટ પર લોકો હાથીના વીડિયો જોવાનું ખુબ જ પસંદ કરતા હોય છે.

હાથી ખુબ જ વિશાળ પ્રાણી છે પરંતુ તે સ્વભાવે ખુબ જ શાંત હોય છે. પરંતુ જયારે હાથીને ગુસ્સો આવે છે ત્યારે તે બધું જ ખેદાનમેદાન કરી દેતો હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકોના શ્વાસ અઘ્ધર કરી રહ્યો છે. કારણ કે વીડિયોમાં હાથી એક રહેણાક વિસ્તારમાં આવીને ઉથલ પુથલ મચાવી રહ્યો છે.

આ આશ્ચર્યજનક વીડિયોમાં એક વિશાળ હાથી અચાનક એક દુકાન પર હુમલો કરતો જોવા મળે છે. હાથીના હુમલા બાદ ત્યાં હાજર લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે હાથીને ઝડપથી પોતાની તરફ આવતો જોઈને ત્યાં હાજર લોકો ડરી જાય છે અને પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગે છે. આ દરમિયાન હાથીએ ગુસ્સામાં સ્કૂટીને પલટી મારીને કચડી નાખી હતી. આ દરમિયાન લોકોની ભીડ હાથીથી બચીને દુકાનમાં ઘૂસવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Jaydeb Majumder (@repto_pedia)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર repto_pedia નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગુસ્સે ભરાયેલા હાથીએ બજારમાં હુમલો કર્યો.’ આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને તેના પર  પ્રતિક્રિયાઓ પણ આપતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel