લ્યો બોલો, હવે નહિ મળે દિલ્હીના લોકોને મફત વીજળી, જો આ કામ નહિ કર્યું હોય તો, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત, જુઓ શું કહ્યું

ગુજરાતની અંદર હવે ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે અને ગુજરાતની જનતાને પણ દિલ્હીની જેમ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. ત્યારે આ દરમિયાન એક ખબર દિલ્હીથી સામે આવી છે, જ્યાં હવે દિલ્હીમાં મફત વીજળી આપવાના નિયમમાં કેજરીવાલે બદલાવ કર્યો છે.

હવે દિલ્હીમાં લોકોએ વીજળી પર સબસિડી મેળવવા માટે અરજી કરવી પડશે. વાસ્તવમાં, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આને લઈને એક મોટી જાહેરાત કરી છે, જેના હેઠળ હવે ફક્ત તે લોકો જે તેના માટે અરજી કરશે તેમને જ દિલ્હીમાં વીજળી સબસિડી મળશે. તમને જણાવી દઈએ કે આ માટેની અરજીઓ ગઈકાલે 14 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગઈ છે.

કેજરીવાલે બુધવાર 14 સપ્ટેમ્બરે એક નંબર- 70113111111 જાહેર કર્યો. આ નંબરની મદદથી દિલ્હીવાસીઓ વીજળી સબસિડીનો લાભ મેળવવા માટે અરજી કરી શકે છે. હાલમાં, દિલ્હીમાં જેમની વીજળીનો વપરાશ 200 યુનિટથી ઓછો છે, તેમણે કોઈ વીજળીનો ચાર્જ ચૂકવવો પડતો નથી. ત્યાં જે લોકોનો વપરાશ 400 યુનિટ સુધી છે, તેમને 800 રૂપિયા સુધી 50 ટકા સબસિડી મળે છે.

હાલમાં, આ સબસિડી મેળવવા માટે, દિલ્હી સરકારે અરજી કરવી ફરજિયાત બનાવી છે. આ સંબંધિત જાહેરાત કરતા કેજરીવાલે કહ્યું કે જે લોકો આ સબસિડીનો લાભ લેવા માગે છે તેમણે 30 સપ્ટેમ્બર પહેલા અરજી કરવી પડશે. આ અંગે કેજરીવાલે એક ટ્વિટમાં લખ્યું કે, “હવે માત્ર એ જ લોકોને સબસિડી મળશે જેઓ અરજી કરે છે. આ માટે વીજ બિલ સાથે એક ફોર્મ આવશે. ફોર્મ ભરો અને તેને વીજળી કાર્યાલયમાં સબમિટ કરો અથવા 70113111111 પર મિસ્ડ કોલ આપો. આ અંગે તમારા વોટ્સએપ પર એક ફોર્મ આવશે, તેને ભરો, તે 3 દિવસમાં રજીસ્ટર થઈ જશે અને તમારી મફત વીજળી ચાલુ રહેશે.

આ અંગે માહિતી આપતા કેજરીવાલે કહ્યું કે, તમે જે મહિનામાં સબસિડી માટે અરજી કરશો તેના આધારે તમને સબસિડી મળશે. ઉદાહરણ તરીકે, જો તમે સપ્ટેમ્બરમાં અરજી કરો છો, તો ઓક્ટોબરથી તમને સબસિડી મળશે. તેવી જ રીતે, જો તમે ઓક્ટોબરમાં અરજી કરશો, તો તમને નવેમ્બરમાં સબસિડી મળશે.” કેજરીવાલે કહ્યું કે આ યોજના એક વર્ષ માટે માન્ય છે અને તેના માટે દર વર્ષે નવી અરજી કરવી પડશે. જેઓ તેમની સબસિડી ચાલુ રાખવા માંગે છે તેમને સપ્ટેમ્બરમાં વીજળી બિલ સાથે એક ફોર્મ મળશે જે ભરવાનું રહેશે.

Niraj Patel