વાહ… ભાઈ હોય તો આવો ! જુઓ આંખના પલકારે જ જમીન ઉપર પડતા નાના ભાઈને બચાવી લીધો મોટા ભાઈ, વાયરલ થયો વીડિયો

બે ભાઈ વચ્ચેનો પ્રેમ પણ ગજબનો હોય છે. બંને એક બીજા સાથે ખુબ જ લડતા ઝઘડતા હોય છે, પરંતુ જયારે જરૂર પડે ત્યારે એક ભાઈ બીજા ભાઈ માટે ઢાલ બનીને ઉભો રહેતો હોય છે. ભાઈના પ્રેમના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે, જેમાં એક ભાઈ બીજા ભાઈને જે રીતે બચાવે છે તેને જોઈને લોકો કહી રહ્યા છે કે ભાઈ હોય તો આવો.

કહેવાય છે કે ભાઈ જ પોતાના ભાઈને પ્રેમ કરે છે. તેના દુ:ખ અને સુખમાં તેને સાથ આપે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ભાઈ તેના નાના ભાઈને જમીન પર પડતા બચાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ ખુશ છે. વાયરલ વીડિયો જોયા પછી તમે સમજી જ ગયા હશો કે મોટા ભાઈએ કેવી રીતે નાના ભાઈને બચાવ્યો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મોટો ભાઈ સોફા ઉપર બેઠો છે. કદાચ તે ટીવી જોઈ રહ્યો છે. બાજુના સોફા ઉપરથી કૂદીને તેનો ઘૂંટણીએ ચાલવા શીખેલો નાનો ભાઈ આવે છે અને સોફાની ધાર ઉપરથી નીચે જ પાડવા જાય છે ત્યારે જ મોટોભાઈ ફટાકથી તેને નીચે પટકાતા બચાવી લે છે. આ ઉપરાંત નાના ભાઈના માથે હાથ ફેરવીને હાથ ફેરવી તેને રડતા છાનો રાખે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર દ્વારા શેર કરવામાં આવ્યો છે. buitengebieden નામના ટ્વિટર યુઝરે આ વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને 30 લાખથી વધુ લોકોએ જોયો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ઘણા લોકોએ તેમની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે આ ભાઈનો પ્રેમ છે. બીજી તરફ, અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે  એક ભાઈ તેના બીજા ભાઈનું દર્દ સમજે છે.

Niraj Patel