દાને દાનેમેં કેસર કા દમ હવે મેગીમાં પણ છવાયો, આ ભાઈએ મેગીમાં નાખી પાન મસાલા અને પછી હોંશે હોંશે ખાઈ ગયો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ફૂડને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર લોકો ફૂડ સાથે ઘણા બધા એક્સ્પીરિમેન્ટ પણ કરતા જોવા મળે છે. જેમાંથી ઘણા એક્સ્પીરિમેન્ટ લોકોને પસંદ પણ આવતા હોય છે અને ઘણા એક્સ્પીરિમેન્ટ જોઈને મોઢું પણ બગડી જતું હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમારું મોઢું જ નહીં બગડે ગુસ્સો પણ આવી જશે.

મેગી આપણા દેશમાં મોટાભાગના લોકોનું સૌથી પ્રિય ફૂડમાંથી એક ફૂડ છે. મેગી સાથે લોકોની ઘણી બધી યાદો પણ જોડાયેલી હોય છે, ઘણા લોકો મેગી સાથે પણ અખતરા કરતા જોવા મળે છે, પરંતુ હાલ એક ભાઈએ તો બધી જ હદો પાર કરી નાખી, આ ભાઈએ મેગીની અંદર એવી વસ્તુ નાખી જેને જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વીડિયોની આપણે જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિ બાઇક પર બેઠો છે. તે પહેલા સાદી મેગીમાં વિમલ પાન-મસાલા નાખે છે. આ પછી, બંનેને ચમચીથી સારી રીતે મિક્સ કરે છે.  અને અંતે કોઈપણ જાતના સંકોચ વગર તેને ખાય છે. આ જોઈને લોકોનું મન બગડી ગયું તો કેટલાકે કહ્યું કે લોકો ફેમસ થવા માટે કંઈ પણ કરી રહ્યા છે. કદાચ તે ભૂલી રહ્યા છે કે પાન મસાલા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit chouhan (@r_bam_tv7)

આ ચોંકાવનારો વીડિયો  ઇન્સ્ટાગ્રામ હેન્ડલ r_bam_tv7 દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું, “દાને દાને મેં કેસર કા દમ”. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેને 3.4 મિલિયન વ્યૂઝ અને 76 હજારથી વધુ લાઈક્સ મળી છે. આ સાથે સેંકડો લોકોએ કોમેન્ટ કરી છે. જોકે ગુજ્જુરોક્સ આવા કોઈ વીડિયોને સમર્થન નથી કરતું. પાન મસાલા ખાવા એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી કેન્સર જેવી બીમારી પણ થઇ શકે છે.

Niraj Patel