કોહલીને શાંતિથી વિડિયો કૉલ પણ નથી કરવા દેતા, અનુષ્કાને બાર્બાડોસનું વાવાઝોડું બતાવતો વિડીયો ચોરીછૂપીથી કર્યો કેદ

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાની પત્ની અનુષ્કા શર્માને બાર્બાડોસમાં ચક્રવાતનું દ્રશ્ય બતાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ટીમ બુધવારે બાર્બાડોસથી રવાના થઈ છે અને તેમની ફ્લાઈટ ગુરુવારે સવારે નવી દિલ્હીમાં ઉતરશે.ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમ ચક્રવાતને કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે વીડિયો કોલ પર પત્ની અનુષ્કા શર્માને બાર્બાડોસનો નજારો બતાવી રહ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે અને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્માને બાર્બાડોસમાં તોફાનનો નજારો બતાવતો જોવા મળી રહ્યો છે. કિંગ કોહલીનો આ વીડિયો જોયા બાદ ફેન્સ ખૂબ જ ખુશ છે અને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં તોફાનના કારણે અટવાઈ ગઈ હતી. જોકે ટીમ બુધવારે ભારત જવા રવાના થઈ ગઈ છે.

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલીએ એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. તેણે T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. હવે કોહલી માત્ર વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં જ રમતા જોવા મળશે. વિરાટ બાદ રોહિત શર્માએ પણ T20ને વિદાય આપી. રોહિત ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પોતાની T20 કારકિર્દીમાં વિરાટ કોહલીએ 125 મેચમાં 137ના સ્ટ્રાઈક રેટથી 4188 રન બનાવ્યા છે.

kalpesh