Dwarka મંદિર પર વિજળીની ઘટના બાબતે પુજારીએ જણાવ્યું સંપુર્ણ સત્ય, જાણો વિગત

ગુજરાતની ધાર્મિક નગરી દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના મંદિર દ્વારકાધીશમાં ભારે વરસાદને કારણે આકાશીય વીજળી પડી. આ દરમિયાન મંદિરના શિખર પર લાગેલી ધજાને નુકશાન પહોંચ્યુ. જયારે કોઇ અનહોની થઇ નથી. આ કુદરતી આપદા બાદ લોકોનું કહેવુ છે કે ભગવાન દ્વારકાધીશે આ સંકટને પોતાના માથા પર લઇ લીધુ.

આ ઘટના બાદ સોશિયલ મીડિયાપર વીજળી પડવાનો વીડિયો અને દ્વારકાધીશની ખૂબ ચર્ચા થઇ રહી છે, સોશિયલ મીડિયા પર આ વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

દ્વારકામાં મંગળવારે જોરદાર વરસાદ વરસ્યો, વરસાદ વચ્ચે અચાનક વીજળી ચમકી અને તેજ અવાજ સાથે દ્વારકાધીશ મંદિર પર પડી. આ દરમિયાન ત્યાં અવાજને કારણે લોકો ડરી ગયા. મંદિરના શિખર પર લાગેલ ધજા ફાટી ગઇ અને બીજી કોઇ પણ પ્રકારની અનહોની થઇ નથી.

વિજળી પડવાની ઘટના અંગે દ્વારકાના પુજારીએ જણાવ્યું કે, આ આસ્થાની બાબત એ છે કે દ્વારકા પર આવી પડેલી આફત દ્વારકાધીશે પોતાના માથે લઇ લીધી છે. પરંતુ આ સાથે તેમણે એ જણાવ્યુ કે વૈજ્ઞાનિક બાબત છે કે મંદિરથી ઉંચુ શીખર કે બિલ્ડિંગ સમગ્ર દ્વારકામાં નથી અને મંદિર પર લોખંડનો ધજા માટેનો વિશાળ દંડ છે અને પંચધાતુનો લોટો પણ છે જેના લીધે વિજળી શિખર તરફ આકર્ષાઇ.

Shah Jina