ચૈત્ર નવરાત્રી 2026: આ 5 રાશિઓ પર રહેશે મા આદ્યશક્તિની અસીમ કૃપા, જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

ચૈત્ર નવરાત્રીનો પવિત્ર પ્રારંભ 19 માર્ચ 2026 થી થઈ રહ્યો છે, જે 27 માર્ચ સુધી ચાલશે. હિન્દુ શાસ્ત્રોમાં આ નવ દિવસોનું વિશેષ મહત્વ છે કારણ કે આ સમયગાળા દરમિયાન મા દુર્ગા પૃથ્વી પર વિચરણ કરે છે અને પોતાના ભક્તોના કષ્ટ હરે છે. જ્યોતિષીય દ્રષ્ટિએ જોવામાં આવે તો કેટલીક રાશિઓ એવી છે જે મા જગદંબાને અત્યંત પ્રિય છે અને આ નવરાત્રીમાં તેમના પર આશીર્વાદનો વરસાદ થવાનો છે.

મેષ રાશિ: મેષ રાશિના જાતકો માટે આ નવરાત્રી ભાગ્યશાળી સાબિત થશે. આ રાશિનો સ્વામી મંગળ હોવાથી તેમનામાં સાહસ અને ઊર્જા ભરપૂર હોય છે, જે દેવી શક્તિના ગુણો સાથે મેળ ખાય છે. મા દુર્ગાની કૃપાથી મેષ રાશિના લોકો નિર્ભય બનીને પોતાના અધૂરા કાર્યો પૂર્ણ કરી શકશે અને સમાજમાં તેમનું નેતૃત્વ પ્રસ્થાપિત થશે.

સિંહ રાશિ: સિંહ રાશિ પર પણ માતાજીની વિશેષ મહેરબાની રહેતી હોય છે. સૂર્યના પ્રભાવ હેઠળ આવતી આ રાશિના વ્યક્તિઓ આત્મવિશ્વાસથી છલોછલ હોય છે. નવરાત્રી દરમિયાન તેમની આંતરિક શક્તિમાં વધારો થશે, જેનાથી તેમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. બીજાની મદદ કરવાનો તેમનો સ્વભાવ મા દુર્ગાને અતિ પ્રિય છે, પરિણામે તેમના જીવનમાં ક્યારેય સુખ-સાધનોની કમી વર્તાતી નથી.

વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકો માટે મા દુર્ગા એક રક્ષક તરીકે કાર્ય કરે છે. મંગળ ગ્રહના શાસન હેઠળની આ રાશિના લોકો આધ્યાત્મિક રીતે ખૂબ જ સક્રિય હોય છે. દેવીની કૃપાથી તેઓ ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાંથી બહાર આવવાની ક્ષમતા ધરાવે છે. દાન-પુણ્ય અને પરોપકારના કાર્યોમાં જોડાવાથી તેમના જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે.

કન્યા રાશિ: કન્યા રાશિના જાતકો પર માતા ભગવતી હંમેશા પ્રસન્ન રહે છે. બુધ ગ્રહની અસરમાં રહેલી આ રાશિના લોકો અત્યંત બુદ્ધિશાળી અને શિસ્તબદ્ધ હોય છે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં તેમની સમજદારી અને સંતુલિત જીવનશૈલી તેમને મોટી સફળતા અપાવશે. માતાજીના આશીર્વાદથી તેઓ જે પણ કાર્ય હાથમાં લેશે તેમાં તેમને પૂર્ણતા પ્રાપ્ત થશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે.

મકર રાશિ: મકર રાશિના સ્વામી શનિદેવ હોવા છતાં, મા દુર્ગાની ભક્તિ આ રાશિના જાતકો માટે કલ્યાણકારી નીવડે છે. આ રાશિના લોકો મહેનતુ અને ધૈર્યવાન હોય છે, જેના કારણે માતાજી તેમની કસોટી કર્યા બાદ અઢળક સુખ આપે છે. જરૂરિયાતમંદો પ્રત્યેની તેમની કરુણા તેમને માતાજીના પ્રિય બનાવે છે. આ નવરાત્રી દરમિયાન મકર રાશિના જાતકોની લાંબા સમયની મહેનત રંગ લાવશે અને ઘરમાં સમૃદ્ધિનું આગમન થશે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
Yuvraj
error: Unable To Copy Protected Content!