ઝગડિયામાં એક્ટિવા પર જઈ રહેલી વનકર્મીને ડમ્પર ચાલક જીવતી કચડીને થઇ ગયો ફરાર, અકસ્માતના દૃશ્યો થયા કેમેરામાં કેદ, જોઈને ફફડી ઉઠશો

ડમ્પરે 2 સેકન્ડમાં આ મહિલાનું માથું છૂંદી નાખ્યું, ટૂ-વ્હીલરને ટક્કર મારી, હિમ્મત હોય તો જ જોજો આ વીડિયો

Dumper Crushes Girl Jhagadiya : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને હિટ એન્ડ રનના મામલાઓ વધુ સામે આવી રહ્યા છે. જેમાં કોઈ અજાણ્યો વાહન ચાલક કોઈ અન્ય વાહન ચાલકને ટક્કર મારીને ફરાર થઇ જતો હોય છે, ત્યારે હાલ એક એવી જ ઘટના અંકલેશ્વરના ઝઘડિયામાંથી સામે આવી છે, જેમાં એક ટ્રક ચાલક એક એક્ટિવા પર જઈ રહેલી વનકર્મીને કચડીને ભાગી ગયો હતો. આ ઘટના કેમેરામાં પણ કેદ થઇ ગઈ હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ ગામ ખાતે રહેતી અને કેવડિયામાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતી 32 વર્ષીય કવિતા કાંતિલાલ ગોહિલ પોતાના પિતા સાથે ગતરોજ ટુ વ્હીલર લઈને પોતાના વતન દહેજ આવી રહી હતી. તેને સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેની આ સફર જિંદગીની છેલ્લી સફર બની જશે. કવિતાના પિતા એક્ટિવા ચલાવી રહ્યા હતા અને તે પાછળ બેઠી હતી. આ દરમિયાન તે ઝગડીયા તાલુકાના નાના સાંજા ફાટક પાસે વળાંક લઇ રહી હતી.

ત્યારે જ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે સ્કૂટરને ટક્કર મારી હતી, જેમાં યુવતી અને તેના પિતા રોડ પર પટકાયા હતા, જેમાં પિતાનો તો ચમત્કારિક બચાવ થયો પરંતુ કવિતા ડમ્પરના ટાયર નીચે આવીને કચડાઈ ગઈ હતી અને ઘટના સ્થળે જ ટતેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પણ પુરપાટ ઝડપે ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના  બીજી તરફથી આવી રહેલી એક કારના ડેસ્કઃકેમમાં કેદ થઇ ગઈ હતી.

આ ઘટના અંગે જાણ તથા જ ઝઘડિયા વન વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. મૃતક કવિતાના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. દીકરીના આમ અકાળે મોતને પગલે તેના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો. દીકરીની રાહ જોઈને બેઠેલા પરિવારનો અકરરંડ જોઈને વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાલ આ મામલે પોલીસે કાર ચાલક પાસેથી અકસ્માતની ફૂટેજ મેળવીને ડમ્પર ચાલકને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

Niraj Patel