વરરાજાએ જીત્યું કન્યા સાથે બધા જ સાસરીવાળાનું દિલ, લગ્નમાં સરપ્રાઈઝ આપવા માટે કર્યું એવું કે કન્યાએ સપનામાં પણ વિચાર્યું નહોતું, જુઓ વીડિયો

પોતાની પત્નીને સરપ્રાઈઝ આપવા માટે વરરાજાએ લગ્ન સમયે કર્યું એવું ખાસ કામ કે લોકો બોલ્યા..”જમાઈ હોય તો આવો..” જુઓ તમે પણ

આજકાલના લગ્નમાં તમને ઘણી બધી વસ્તુઓ બદલાયેલી જોવા મળે છે. આજે શરમાળ દુલ્હન કે શાંત વરરાજા નહિ પરંતુ દરેક વર કન્યા પોતાના લગ્ન જેમ બને તેમ વધુ ખાસ બને તે માટેના બધા જ આયોજનો પણ કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ આવા અનોખા લગ્નના વીડિયો વાયરલ પણ થઇ જતા હોય છે.

લગ્નમાં વરરાજા કે કન્યા પોતાના જીવનસાથીને ખુશ કરવા માટે વિવિધ સરપ્રાઈઝ અપાતા હોય છે. તમે ઘણીવાર વરરાજા દ્વારા કન્યાને કોઈ મોંઘી દાટ ગિફ્ટ કે ઘણીવાર કન્યા અને વરરાજાને ઈમ્પ્રેસ કરવા માટે ડાન્સ પણ કરતા હોય છે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તો તમે પણ હેરાન રહી જશો.

કારણ કે વાયરલ થઇ રહેલા વીડિયોમાં વરરાજા ડાન્સથી નહિ પરંતુ એક એવું કામ કરે છે જેના દ્વારા કન્યા જ નહિ સાસરીવાળા પણ બધા જ વરરાજાના વખાણ કરવા લાગે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરરાજા એક ખાલી જગ્યામાં ડ્રોઈંગ બોર્ડ પર કોઈ પેઇન્ટિંગ બનાવી રહ્યો છે. કન્યા અને તેના પરિવાર સાથે મહેમાનો પણ સામેની તરફ બેઠા છે.

 

View this post on Instagram

 

A post shared by Varun Jarsania (@varun.jarsania)

ત્યારે જ વરરાજા રંગની પીંછી લઈને બોર્ડ પર કંઈ દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, શરૂઆતમાં સમજાતું નથી કે વરરાજા શું દોરી રહ્યો છે. જયારે આખું ચિત્ર પૂર્ણ થઇ જાય છે તે છતાં પણ કોઈ કઈ સમજી નથી શકતું. પરંતુ જયારે વરરાજા ચિત્રને ઊંધું કરે છે ત્યારે કન્યાનું પેઇન્ટિંગ દેખાય છે. આ જોઈને કન્યા ખુબ જ ખુશ થઇ જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ વરરાજાની આ સરપ્રાઈઝના વખાણ કરી રહ્યા છે.

Niraj Patel