સોશિયલ મીડિયા ઉપર બતક અને તેના બચ્ચાઓનો આ વીડિયો જીતી રહ્યો છે લોકોના દિલ, જોઈને તમારું દિલ પણ ખુશ થઇ જશે

સોશિયલ મીડિયા આજે એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જેના ઉપર નાનામાં નાની ઘટના પણ વાયરલ થતા વાર નથી લાગતી, દૂર દેશમાં પણ જોઈ કોઈ ઘટના બની હોય તો તે પણ માત્ર થોડી જ સેકેન્ડમાં આપણા આંગળીના ટેરવે આવીને ઉભી રહી જાય છે. ઘણા વીડિયો એવા પણ હોય છે જે આપણું દિલ પણ જીતી લેતા હોય છે, હાલ એવો જ એક વીડિયો ઇન્ટરનેટ ઉપર લોકોના દિલ જીતી રહ્યો છે.

માતા અને બાળકો વચ્ચેનો મજબૂત અને પ્રેમાળ સંબંધ આપણામાંથી કોઈથી છુપાયેલો નથી. માણસ હોય કે પ્રાણી, બાળકો માટે માતા કરતાં વધુ મહત્ત્વની કોઈ હોઈ શકે નહીં. આવા જ એક બતકનો હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે. ટ્વિટર પર બતક અને તેના 10 નાના બચ્ચાઓનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે માતા બતક તેના 10 સુંદર બચ્ચાઓને બચાવી રહી છે અને તેમને પોતાની પાછળ લાવી રહી છે.

બચ્ચાઓ ટોળામાં માતાને અનુસરતા અને સંપૂર્ણ શિસ્ત સાથે ચાલતા જોવા મળે છે. વીડિયોમાં બતક અને તેના 10 સુંદર બચ્ચાઓ રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. ત્યાં હાજર સૌ કોઈ આ પ્રેમાળ નજારો જોવા માટે થંભી ગયા. વીડિયોનું દ્રશ્ય સૌથી મનોહર હતું, જેમાં રસ્તો ક્રોસ કરતી વખતે એક ઊંચો અવરોધ દેખાય છે, જ્યાંથી માતા સહેલાઈથી નીકળી જાય છે પરંતુ બચ્ચાઓ આગળ વધવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, ત્યાં હાજર લોકોએ બતકના બચ્ચાઓને થ્રેશોલ્ડ પર ચઢવામાં મદદ કરી અને તેમને માતાની પાછળ મોકલ્યા.

વીડિયોની ક્યૂટનેસ અહીં પૂરી નથી થતી. આ પછી બચ્ચાઓ તેમની માતા બતકની પાછળ  કૂદકો મારે છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે બતક પાણીમાં કૂદી પડે છે પરંતુ બચ્ચાઓ ટોળું બનાવીને માતાને જોઈ રહ્યા છે. જાણે બતકનાં બચ્ચાં પાણીમાં કેવી રીતે કૂદકો મારવો તેની હિંમત ભેગી કરી રહ્યાં હોય. બસ પછી બધા એક પછી એક માતાની જેમ પાણીમાં કૂદી પડે. સોશિયલ મીડિયા પર આ પ્રેમથી ભરેલા વીડિયોને જોઈને યૂઝર્સના ક્યૂટ રિએક્શન જોવા મળી રહ્યા છે.

Niraj Patel