બીજું પક્ષી સમજી કાગડાએ કર્યો ઉડતા ડ્રોન પર હુમલો, ઘટના થઇ વીડિયોમાં કેદ, જુઓ પછી શું થયું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે વાયરલ વીડિયોનું મોટું હબ બની ગયું છે, જેમાં ઘણી ઘટનાઓ રાતોરાત વાયરલ થઇ જતી હોય છે, ઘણી ઘટનાઓ એવી પણ હોય છે જે હેરાન કરી  દેતી હોય છે તો ઘણી ઘટનાઓ પેટ પકડીને હસાવતી પણ હોય છે, હાલ એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કાગડો આકાશમાં ઉડી રહેલા ડ્રોનને ચાંચ મારતો જોવા મળી રહ્યો છે.

આજના સમયમાં ટેક્નોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે અને તેના કારણે કોઈપણ વસ્તુની જરૂર હોય તો તે થોડા જ સમયમાં આપણી પાસે આવી જાય છે. હાલના સમયમાં કેટલાક દેશોની અંદર ફૂડ ડિલિવરી પણ હવે ડ્રોન દ્વારા થતી જોવા મળે છે. ત્યારે ખુલ્લા આકાશની અંદર પક્ષીઓ પણ ડ્રોનને ઉડતા જોઈને હેરાન રહી જાય છે.

આવું જ કંઈક હાલ એક વીડિયોમાં જોવા મળ્યું હતું. જેમાં એક કાગડો આકાશમાં ઉડી રહેલા ડ્રોન ઉપર હુમલો કરી દે છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો આ અઠવાડિયાનો જ છે. એક વ્યક્તિએ એર ડીલેવરી દ્વારા ખાવાનું ઓર્ડર કર્યું. તે પોતાના ઓર્ડરની રાહ જોઈ રહ્યો હતો અને ત્યારે જ અચાનક ચોંકાવનારી ઘટના બની.

પોતાના ઓર્ડરની રાહ જોઈ રહેલા ગ્રાહકે જોયું કે ડ્રોન ઉપર એક કાગડાએ હુમલો કરી દીધો છે. જયારે કાગડાએ ડ્રોન ઉપર હુમલો કર્યો ત્યારે આ ગ્રાહકે તેનો વીડિયો તેના મોબાઈલમાં કેદ કરી લીધો. કાગડો તેની ચાંચ દ્વારા ડ્રોન ઉપર હુમલો કરી રહ્યો હતો. કાગડાના ચાંચ મારવાથી ડ્રોનને કોઈ નુકશાન ના થયું અને ઘરની સામે જ ફૂડ ડિલિવર કરી દેવામાં આવ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel