મોદીજીના મંત્રીની દીકરીનું થયું નિધન, કોરોનાની ચાલી રહી હતી સારવાર અને અચાનક

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત જોવા મળી રહ્યો છે ત્યારે સોમવારે કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતના દીકરીએ અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પાછળનું કારણ હાર્ટ ઍટેક હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા 15 દિવસથી ઈંદોરની મેદાંતા હોસ્પિટલમાં યોગિતાની સારવાર ચાલી રહી હતી. પરંતુ સોમવારે તેણે છેલ્લાશ્વાસ લીધા. જણાવી દઈએ કે થાવરચંદ ગેહલોત ભારત સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી છે.

નોંધનીય છે કે કોરોના મહામારી ભારતમાં કહેર મચાવી રહી છે અને દરરોજ લાખો લોકો વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. સામાન્ય પ્રજાને આ મહામારીના સમયમાં બેડ, ઑક્સીજન તથા દવાઓ માટે વલખાં મારવા પડી રહ્યા છે ત્યારે દેશ અત્યારે ખૂબ મોટા સંકટથી પસાર થઈ રહ્યો છે.

ગત દિવસોમાં દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનના પિતાનું પણ કોરોનાને કારણે અવસાન થયું હતું. બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીના ભાઈનું પણ ગત દિવસોમાં નિધન થયું છે. દેશમાં કોરોનાનો કહેર મોટા પ્રમાણમાં છે.

Shah Jina