60 મજૂરોને લઈને જઈ રહેલી બસમાં પડ્યું પંક્ચર, અચાનક ટ્રકે મારી એવી ટક્કર કે મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી

150 મજૂરોને ગોવા લઈ જઇ રહેલી બસનું રસ્તામાં થયું પંક્ચર, ટાયર બદલતી વખતે ટ્રકે મારી ટક્કર, 4ના મોત

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણીવાર રોડ ઉપર એવા ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે, આવા અકસ્માતોમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે, ત્યારે હાલ આવા જ એક અકસ્માતની ખબર સામે આવી રહી છે, જેમાં 60 મજૂરો ભરેલી ડબલ ડેકર બસને પાછળથી ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે રોડ ઉપર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી.

આ હૃદયદ્રાવક અકસ્માત બારાબંકીના બહરાઈચ હાઈવે પર શનિવારે વહેલી સવારે થયો હતો. હાઇવે પર ઉભેલી ડબલ ડેકર બસને પાછળથી એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે સાડા ત્રણ વાગ્યે થયો હતો, જેમાં ચાર લોકોના દુઃખદ મોત થયા હતા, જ્યારે 14 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જ્યારે 4 મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેમને જિલ્લા હોસ્પિટલમાંથી KGMU ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના 10 મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માત રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મહુંગુપુર ગામ પાસે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે સાડા ત્રણ વાગ્યે એક ડબલ ડેકર બસ રૂપેડિહાથી ગોવા જઈ રહી હતી. બસમાં 60 મુસાફરો સવાર હતા.

બસ જ્યારે મહુંગુપુર ગામ પાસે પહોંચી ત્યારે તેનું ટાયર અચાનક પંકચર થઈ ગયું હતું. આવી સ્થિતિમાં બસના ડ્રાઈવરે બસને હાઈવેની સાઈડમાં રોકી અને ટાયર બદલવાનું શરૂ કર્યું. તે દરમિયાન પાછળથી આવતી એક ટ્રકે હાઇવેની બાજુમાં ઉભેલી બસને ટક્કર મારી હતી. જેના કારણે બસમાં સવાર 16 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાઈવે પર અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગામલોકોની મદદથી અકસ્માતમાં ઘાયલ 18 મુસાફરોને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા હતા. ત્યાં ડોક્ટરોએ તપાસ બાદ ચાર મુસાફરોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે 4ની હાલત નાજુક હોવાથી તેમને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. અન્ય મુસાફરોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એએસપી ઉત્તર પૂનેન્દુ સિંહે જણાવ્યું કે તમામ મુસાફરો મજૂર વર્ગના છે. પંચનામા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાકીના મુસાફરોને બીજી બસ દ્વારા ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે.

Niraj Patel