અબોલા જીવને નિર્દયતાથી મારી રહ્યો હતો આ વ્યક્તિ, પછી ગધેડાને આવ્યો એવો ગુસ્સો અને લીધો જબરદસ્ત બદલો, જોઈને તમે પણ કહેશો “આવું જ થવું જોઈએ !”

ઘણા લોકો એવા હોય છે જેમને ગુસ્સો આવતા તે પોતાનો ગુસ્સો અબોલા જીવ ઉપર ઠાલવતા હોય છે, પરંતુ ઘણીવાર એવી એવી ઘટનાઓ પણ કેમેરામાં કેદ થતી હોય છે કે માણસોની હરકતનો બદલો પ્રાણીઓ દ્વારા પણ લેવામાં આવતો હોય છે. તમે એવા ઘણા વીડિયો જોયા હશે, ત્યારે હવે વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ગધેડાએ તેની સાથે મારનો બદલો લીધો હતો.

વીડિયોમાં એક છોકરો ગધેડાને કોઈપણ જાતના કારણે વગર બેરહેમીથી મારતો જોવા મળે છે. તે પૂરી શાંતિ અને તાકાતથી ગધેડાને લાત અને મુક્કા મારી રહ્યો હતો. ગધેડાને આટલી ખરાબ રીતે મારતો જોઈને કોઈને પણ દુઃખ થાય. પણ છોકરો અટકવાનું નામ લેતો ન હતો. તેને કદાચ આ આત્મવિશ્વાસ હતો કે બિચારો ગધેડો તેને પડતા મારનો બદલો નહિ લઇ શકે.

આ ભ્રમમાં તે યુવક તેને મારતો રહ્યો. પરંતુ કહેવાય છે કે કોઈની પણ ધીરજની એક હદ હોય છે અને એક સમયે એવો પણ આવે છે જયારે આ ધીરજનો બંધ તૂટી જાય છે. ગધેડા સાથે પણ એવું જ થયું અને બીજી જ ક્ષણના વીડિયોમાં એ ગધેડોએ બદલો પણ લીધો. છોકરો ગધેડાને બરાબર માર્યા બાદ તેની ઉપર સવારી કરવા માટે બેસી ગયો, પર્નાતું ગધેડાના મનમાં બદલાની ભાવના જળહળતી હતી.

જેવો જ તે છોકરો ગધેડા ઉપર બેઠો કે ગધેડાએ પોતાના મોઢામાં યુવકનો પગ નાખી દીધો અને એવું ક્ચક્ચાઈને બચકું ભર્યું કે દર્દથી પીડાતો યુવક જોર જોરથી બૂમો પાડવા લાગ્યોએ. આ વીડિયો ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ ઘટનાને જોઈને કહી રહ્યા છે કે આ યુવક સાથે બરાબર થયું તો કોઈ એમ પણ કહી રહ્યું છે કે અબોલા જીવને મારવાની સજા આ ભાઈને મળી.

Niraj Patel