લગ્નની અંદર વરરાજાએ તેની પત્નીને આપ્યું ગધેડાનું બચ્ચું ભેટમાં, વીડિયો વાયરલ થતા જ લોકોએ કહ્યું, “2 વર્ષ પછી તો તું પોતે જ….” જુઓ વીડિયો

પતિએ પોતાના લગ્નમાં પતિને ભેટમાં આપ્યું ગધેડાનું બચ્ચું, જોઈને પત્ની થઇ ગઈ ખુબ જ ભાવુક, પતિએ જણાવ્યું ગધેડું ભેટમાં આપવાનું કારણ, જુઓ વીડિયો

લગ્નનો માહોલ જમતા જ સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘન બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ વ્યક્તિ હેરાન રહી જતું હોય છે. લગ્ન એ ખુબ જ ખુશીનો પ્રસંગ છે અને આ ખુશીને બમણી બનાવવા માટે લગ્નમાં વરરાજા તરફથી કન્યાને અનોખી ભેટ પણ આપવામાં આવતી હોય છે.

ગણા લોકો કન્યાને સોનાના ઘરેણા કે સ્કૂટી જેવી ભેટ પણ આપતા હોય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં વરરાજાએ તેની કન્યાને જે ભેટ આપી છે તેની ચર્ચાઓ હવે ઠેર ઠેર થવા લાગી છે. કારણ કે વરરાજાએ કન્યાને એક ગધેડાનું બચ્ચું ભેટમાં આપ્યું છે, જેના કારણે તેનો વીડિયો પબ વાયરલ થઇ ગયો છે અને લોકો પણ કોમેન્ટ કરીને હવે મજા લેતા જોવા મળી રહ્યા છે.

પાકિસ્તાનમાં રહેતા પ્રાણી પ્રેમી અઝલાન શાહે આ ઘટનાને પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કરી છે. આમાં તેણે જણાવ્યું કે તેણે પોતાની નવી દુલ્હનને ગધેડાનું બચ્ચું ગિફ્ટ કર્યું છે. આવી રસપ્રદ ભેટ આપતી વખતે અઝલાન શાહ તેની દુલ્હનને કહે છે, ‘પ્રશ્ન એ છે કે ગધેડું ભેટમાં કેમ આપવામાં આવે છે? તો આના 2 જવાબો છે. પહેલો જવાબ એ છે કે તમને ગધેડાનું બચ્ચું ખૂબ ગમે છે અને બીજો જવાબ છે કે તે દુનિયાનું સૌથી સુંદર અને મહેનતુ પ્રાણી છે.”

વરરાજાનો જવાબ સાંભળીને કન્યા વરિશા કહે છે, “હું તને માત્ર ગધેડો નહીં રહેવા દઉં.” આટલું બોલતા જ લગ્નમાં હાજર તમામ લોકો હસવા લાગે છે. અઝલાન શાહ વીડિયોમાં કહે છે કે તેણે ગધેડાના બચ્ચાને તેની માતાથી અલગ કર્યું નથી અને તે પણ તેની સાથે આવી છે. બંનેને 30 હજાર રૂપિયામાં ખરીદ્યા હતા. તે કહે છે કે હવે તેમને કોઈ મજૂરી કરવાની જરૂર નથી. તેઓ ખેતરમાં ખુશીથી જીવશે. અમારી સાથે ખાશે, પીશે અને મોજ કરશે.

Niraj Patel