“તને શરમ આવવી જોઈએ” સર્વાઈકલ કેન્સરથી પીડીતી આ અભિનેત્રીનો પૂનમ પાંડે પર ફૂટ્યો ગુસ્સો, જુઓ શું કહ્યું ?

“પૂનમ પાંડે જેવા લોકોને કારણે મને રડવું આવે છે, જેમણે સર્વાઈકલ કેન્સરને …” કેન્સરથી પીડિત આ અભિનેત્રીએ રડતા રડતા કહી દિલની વાત, જુઓ

Dolly sohi diagnosed with cervical cancer : હાલ બૉલીવુડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે સતત ચર્ચા છે, તેને સર્વાઈકલ કેન્સરથી પોતાનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું અને 24 કલાક બાદ તેને આ ન્યુઝ ખોટા હોવાનો અને તેને સર્વાઈકલ કેન્સર વિરુદ્ધ જાગૃતતા લાવવા માટે આમ કર્યું હોવાનું જણાવ્યું હતું, જેના બાદ લોકો તેના પર ગુસ્સે ભરાઈ રહ્યા છે, સોશિયલ મીડિયા યુઝર્સ તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. સામાન્ય માણસ જ નહિ સેલેબ્રિટીઓ પણ હવે પૂનમ પાંડે પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

ડોલી સોહીએ વ્યક્ત કર્યો ગુસ્સ્સો :

હવે આ યાદીમાં પ્રખ્યાત ટીવી અભિનેત્રી ડોલી સોહીનું નામ પણ સામેલ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે ડોલી સોહી રિયલ લાઈફમાં આ બીમારી સામે ઝઝૂમી રહી છે અને તેણે પોસ્ટ કરીને પૂનમની કલાસ પણ લગાવી છે. ડોલી સોહીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘તમને શરમ આવવી જોઈએ પૂનમ પાંડે. તેમના મૃત્યુના ખોટા સમાચાર બતાવવા અને કોઈ વ્યક્તિની માનસિક સ્થિતિને નુકસાન પહોંચાડવા માટે જે પહેલેથી જ આ રોગ સામે લડી રહ્યા છે અને આ પીડામાંથી પસાર થઈ રહ્યા છે.”

કેન્સર સામે ઝઝૂમી રહી છે :

ડોલી સોહીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે સર્વાઈકલ કેન્સર સામે ઝઝૂમી રહી છે. તેની કીમોથેરાપી પૂરી થઈ ગઈ છે અને હવે રેડિયેશન શરૂ થઈ ગયું છે. ઘણા મહિનાઓ સુધી તેણીએ તેના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ હવે તે તેને ગંભીરતાથી લેવા અને તેના પર ધ્યાન આપવા માંગે છે.

શો છોડી દીધો :

તેણીએ વધુમાં કહ્યું કે આ કારણે મેં ઝનક શો છોડી દીધો છે અને હવે હું મારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માંગુ છું. હું કીમોથેરાપી દરમિયાન કામ કરતી હતી, પરંતુ હવે રેડિયેશન શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, મને સમસ્યાઓનો સામનો કરવો શરૂ થયો છે અને મારા માટે શોમાં કામ કરવું શક્ય નથી.” પૂનમ પાંડે પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા ડોલીએ જણાવ્યું હતું કે “હું અત્યારે ખૂબ જ ઈમોશનલ છું. પૂનમ પાંડે જેવા લોકોને કારણે મને રડવું આવે છે, જેમણે સર્વાઈકલ કેન્સરને એક મજાક બનાવી દીધું છે.”

પૂનમ પાંડેથી નારાજ :

તેને આગળ એમ પણ કહ્યું કે, “પબ્લિસિટી અને કેમ્પેઈન માટે આ યોગ્ય રીત નથી. જે લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે લોકો આ વાતને સ્વીકારી શકતા નથી. પૂનમ પાંડેના મોતની ન્યૂઝ સામે આવતા હું અંદરથી તૂટી ગઈ હતી.”  ડોલીના વર્કકફ્રન્ટની વાત કરીએ તોતેને ‘ભાભી અને કલશ’ શૉમાં લીડ રોલ પ્લે કર્યો હતો, ત્યારપછી મેરી આશિકી તુમ સે હી, ખૂબ લડી મર્દાની, ઝાંસી વાલી રાનીથી વાપસી કરી. આ ઉપરાંત ડોલીએ દેવો કે દેવ… મહાદેવ, એક થા રાજા એક થી રાની જેવા શૉ પણ કર્યા છે.

Niraj Patel