BREAKING : બોલીવુડની બે અભિનેત્રીઓના થોડા જ સમયના અંતરાલમાં મોત, બંને બહેનોએ દુનિયાને કહ્યું અલવિદા

Dolly Sohi Death : આજે મહિલા દિવસ છે અને દરેક વ્યક્તિ મહિલાઓને આજના દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ મનોરંજન જગતમાંથી એક દુઃખદ ખબર સામે આવી છે. 24 વર્ષ સુધી નાના પડદા પર પોતાના અભિનયનો જાદુ ચલાવનાર અભિનેત્રી ડોલી સોહી કેન્સર સામેની લડાઈ હારી ગઈ છે અને 48 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેત્રીનો આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેની બહેન અભિનેત્રી અમનદીપ સોહીનું પણ ગઈકાલે રાત્રે અવસાન થયું હતું.

ડોલી સોહી લાંબા સમયથી સર્વાઇકલ કેન્સર સામે ઝઝૂમી રહી હતી. બીમારીની જાણ થયા બાદ પણ તે ટીવી સિરિયલ ‘ઝનક’માં કામ કરી રહી હતી. જોકે, અભિનેત્રીએ થોડા મહિના પહેલા જ શો છોડી દીધો હતો. તે ઇચ્છતી હતી કે તે તેની સારવાર પર તેનું સંપૂર્ણ ધ્યાન આપે. ફેબ્રુઆરીમાં ડોલીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, 8 માર્ચે તેમનું અવસાન થયું હતું. એક દિવસ પહેલા તેની બહેન અમનદીપ સોહીનું પણ નિધન થયું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર ટીવી અભિનેત્રી અમનદીપ સોહીનું 7 માર્ચ 2024ના રોજ અવસાન થયું હતું. અભિનેત્રીને સિરિયલ ‘બદતમીઝ દિલ’માં તેના રોલ માટે ઘણી લોકપ્રિયતા મળી હતી. ETimes ટીવીના અહેવાલ મુજબ, દિવંગત અભિનેત્રીના ભાઈ મનુ સોહીએ કહ્યું કે અમનદીપનું મૃત્યુ કમળા સામે ઝઝૂમ્યા બાદ થયું હતું.

ઝનકમાં ડોલી સાથે કામ કરનાર હિબા નવાબે તેના કો-સ્ટારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ડોલીની તસવીર શેર કરી અને લખ્યું, “રેસ્ટ ઈન પીસડોલી જી.” ઝનકમાં આરોહીનું પાત્ર ભજવનાર ચાંદની શર્માએ ડોલી અને અમનદીપના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ચાંદનીએ ડોલી અને અમનદીપનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું, “રેસ્ટ ઈન પીસ ડોલી જી. હું તમને પ્રેમ કરું છું.”

 

Niraj Patel