ડોક્ટરની નોકરીને લાત મરાઇને આ સુંદર મહિલાએ શરમ આવે એવા કામ કરીને કમાવા લાગી કરોડો રૂપિયા, જુઓ તસવીરો

અમેરિકાની એક યુવતિની કહાની સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો ! પહેલા તે સખ્ત ખ્રિસ્તી ધર્મ (મોર્મોન ધર્મ) માં માનતી હતી, પરંતુ બાદમાં તેણે બધું છોડી દીધું અને OnlyFans પર  વીડિયો શેર કરવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં તેણે એક વર્ષમાં કરોડો રૂપિયાની કમાણી શરૂ કરી, જે ડેન્ટિસ્ટની કમાણી કરતા ઘણી વધારે હતી. આ યુવતિનું નામ ડૉ.કેલી છે, જે 47 વર્ષની છે. કેલીની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. (તમામ તસવીરો સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી)

કેલી વ્યવસાયે ડૉક્ટર છે, એક સમયે મોર્મોન ધર્મના કડક નિયમોથી તે બંધાયેલી હતી, પરંતુ હવે તે એક પ્રખ્યાત મોડેલ બની ગઈ છે. તેની જર્નીએ બધાને ચોંકાવી દીધા છે, પરંતુ આ કારણે તેના પરિવારના સભ્યોએ તેનાથી પોતાને દૂર રાખ્યા હતા. ડૉ.કેલીનો જન્મ નેવાડાના ગાર્ડનરવિલમાં થયો હતો, તેનો પરિવાર ખૂબ જ કડક હતો. ત્યાં શારીરિક સંબંધો જેવા મુદ્દાઓ પર વાત કરવી ખોટું માનવામાં આવતું હતું. જ્યારે કેલી 18 વર્ષની થઈ, ત્યારે તે પ્રથમ વખત પ્રેમમાં પડી, જે તેના મિત્રો કરતા ઘણુ પાછળ હતુ.

હાઈસ્કૂલ સુધી તેનો કોઈ બોયફ્રેન્ડ નહોતો. 1996માં હાઇસ્કૂલ પૂર્ણ કર્યા પછી તે લાસ વેગાસમાં રહેવા ગઈ, જ્યાં તેણે ડેન્ટલ સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું. ત્યાં તે એક મોર્મોન છોકરાને મળી. બંને વચ્ચે પ્રેમ વધ્યો અને 20 વર્ષની ઉંમર પહેલા તે મોર્મોન બની ગઈ. તે કહે છે કે તેને જીવનમાં એક મોટો હેતુ જોઈતો હતો અને મોર્મોન ધર્મે તેની શોધ પૂરી કરી. તેણે કડક નિયમોનું પાલન કર્યું. દારૂ નહીં, કોફી નહીં, ચા પણ નહીં.24 વર્ષની ઉંમરે, તે દંત ડેંટિસ્ટ્રી સ્ટુડન્ટ અને કડક મોર્મોન જારોમને મળી. 2004માં બંનેએ એરિઝોનાના મેસામાં એક મંદિરમાં લગ્ન કર્યા હતા.

મોર્મોનના નિયમો અનુસાર, તેણે ઢીલા-ફિટિંગ કપડાં પહેર્યા હતા જે તેના આખા શરીરને ઢાંકતા હતા. તેને કહેવામાં આવ્યું હતું કે જો તે આવા કપડાં નહીં પહેરે તો ભગવાન તેની રક્ષા નહીં કરે. તેનો પતિ એકમાત્ર વ્યક્તિ હતો જે તેના શરીરને જોઈ શકતો હતો. 2006માં 8 વર્ષની મહેનત પછી કેલી 28 વર્ષની ઉંમરે ડેન્ટિસ્ટ બની. 2008માં તેણે અને જેરોમે ડેન્ટલ પ્રેક્ટિસ શરૂ કરી. તેમની ત્રીજી પુત્રીનો જન્મ 2009માં થયો હતો અને 2012માં પુત્રનો જન્મ થયો હતો.

આ દરમિયાન તેનું વજન વધી ગયું હતું, પરંતુ તેણે તેની પરવા કરી નહિ કારણ કે મોર્મોન ધર્મમાં સુંદરતા પર ધ્યાન આપવું ખોટું માનવામાં આવતું હતું. 2013માં કેલી અને તેના પતિ મોર્મોન ધર્મથી ભ્રમિત થવા લાગ્યા. કેલી તે સમયે 35 વર્ષની હતી. ઈન્ટરનેટ પર કેટલીક વાતો વાંચીને તેને લાગ્યું કે આ ધર્મ યોગ્ય નથી અને અંતે તેણે તેને છોડી દીધો. જો કે, તેના પતિ માટે આ મુશ્કેલ હતું, કારણ કે તે જન્મથી મોર્મોન હતો. તેના પરિવારે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને કેલીને સંપૂર્ણપણે અવગણવામાં આવી.

મોર્મોન ધર્મ છોડ્યા પછી કેલીએ સ્વતંત્રતાનો સાચો અર્થ શોધી કાઢ્યો. 15 વર્ષ સુધી શરીરને છુપાવ્યા પછી તેણે તેને ખુલ્લેઆમ બતાવવાનું નક્કી કર્યું. તેણે પોતાનો આહાર બદલ્યો, જીમમાં જોડાઇ અને લગભગ 32 કિલો વજન ઘટાડ્યું. એક મિત્રની સલાહ પર તેણે બોડી બિલ્ડિંગ શરૂ કરી અને બિકીની સ્પર્ધાઓમાં ભાગ લીધો. કેલીએ સ્વિમવેર અને સ્પોર્ટસવેર મોડેલિંગ શરૂ કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ ફોટા પોસ્ટ કરીને ઝડપથી 1.5 લાખ ફોલોઅર્સ મેળવ્યા.

2023માં તેણે બોલ્ડનેસની હદ વટાવી દીધી હતી. કેલીના મિત્રએ તેને પ્લેબોય વેબસાઇટ માટે પ્રયાસ કરવા કહ્યું. કેલીને પસંદ આવ્યુ અને તેણે ત્યાં ફોટો-વિડિયો પોસ્ટ કર્યા. એક વ્યક્તિએ તેને 30 સેકન્ડના બોલ્ડ વીડિયો માટે 5,000 ડોલર (રૂ. 4,28,337) આપ્યા અને ચાર અઠવાડિયામાં તેણે તે જ વ્યક્તિ પાસેથી 40,000 ડોલર (રૂ. 17,13,350) કમાવ્યા. બાદમાં તે ઓનલી ફેન્સમાં આવી, જ્યાં તેણે દર મહિને 1 લાખ ડોલર (આશરે રૂ. 86 લાખ) કરતાં વધુ કમાણી કરી, જે તેની ડેન્ટિસ્ટની કમાણી કરતાં વધુ હતી.

જો કે તેની સફર ત્યારે મુશ્કેલીમાં આવી ગઈ જ્યારે કોઈએ તેના ઓન્લી ફેન્સ વીડિયોના સ્ક્રીનશોટ તેના બાળકો, સાસુ અને સસરાને મોકલ્યા. ડિસેમ્બર 2023માં તેનો 16 વર્ષનો પુત્ર શાળાએથી પાછો આવ્યો અને પૂછ્યું, “મમ્મી, તમે શું કર્યું?” જેરોમ અને કેલીએ બાળકો સાથે વાત કરી. જો કે, કેલીના બાળકોના મિત્રોએ તેનો ન્યાય કર્યો ન હતો. પરંતુ આ ઘટના બાદ તે 8 મહિના ઓન્લી ફેન્સથી દૂર રહી હતી. પછી 2024 માં, 47 વર્ષની ઉંમરે, તેણે વાપસી કરી અને હજી પણ સારી કમાણી કરી રહી છે.

Previous Article

સીધી સાદી મોનાલિસાએ સીડીઓ પર આપ્યા સિઝલિંગ પોઝ, બ્રિજ પર હોટ અંદાજ, નવી તસવીરો જોઈને તો હોંશ જ ઉડી જશે, જુઓ

Next Article

'જન્નત' ફેમ સોનલ ચૌહાણે મીની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, એક્ટ્રેસની હોટનેસે વધાર્યુ સોશિયલ મીડિયાનું તાપમાન

error: Protected Content!