હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
ભક્તોની ભીડને ધ્યાને રાખી આ વખતે વહીવટી તંત્ર દ્વારા ગિરનારની લીલી પરિક્રમા એક દિવસ પહેલા જ શરૂ કરી દેવામાં આવી. લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થાય એ પહેલા જ 2 લાખ કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓએ પરિક્રમા રુટ પર પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે આ દરમિયાન સુરતના સિદ્ધનાથ ક્ષેત્ર દ્વારા અનોખી સેવા પૂરી પાડવામાં આવી રહી છે.
36 કિમીના પરિક્રમાના રૂટ પર જે નાના-મોટા 100 જેટલા અન્નક્ષેત્રો છે અને ગાંઠીયા, જલેબી, ખમણ અને પુરી સહિતની વાનગીઓ બનાવીને ભક્તોને ભાવપૂર્વક ભોજન પુરુ પાડવામાં આવી રહ્યુ છે, ત્યારે જમ્યા પછી જે ડિશો હોય તેની આધુનિક મશીનરી દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગિરનારની પરિક્રમા આમ તો કાર્તિકી અગિયારસે શરૂ થાય છે, પણ આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડવાને કારણે એક દિવસ પહેલા જ લીલી પરિક્રમા શરૂ કરાઇ હતી.
વર્ષ 2023 ના 23 નવેમ્બર થી શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમા ના પથ પર સુરતના સિધ્ધનાથ ક્ષેત્ર દ્વારા આધુનિક મશીનરી દ્વારા જમી લીધા બાદ ડીશ ની સફાઈ કરવામાં આવી રહી છે pic.twitter.com/9IZ9Rp4yOB
— info junagadh gog (@JunagadhGog) November 23, 2023
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં