બ્લેક ડીપનેક ગાઉનમાં દિશા પટનીએ બતાવ્યો હોટ અને બોલ્ડ અંદાજ, તસવીરો જોઇ ચાહકો થયા પાગલ

બોલીવુડની નંબર 1 સુંદરીએ અંબાણીની પાર્ટીમાં ચાર ચાર ચાંદ લગાવી દીધા, એવું બ્લેક ગાઉન પહેર્યું કે બધા જોતા રહી ગયા, જુઓ તસવીરો

દિશા ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે, તે તેની ફિલ્મો કરતા વધારે બોલ્ડ ફોટોશૂટને કારણે લાઇમલાઇટમાં રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, દિશાની આ તસવીરો અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનની છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી ટૂંક સમયમાં જ ઘોડી ચઢવાનો છે. અનંત તેની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. અહેવાલો અનુસાર કપલ જુલાઇ મહિનામાં લગ્નના બંધનમાં બંધાશે, જો કે આ પહેલા કપલના પ્રી-વેડિંગ ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાયા હતા.

આ પ્રી-વેડિંગ ફંક્શન માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક મોટી હસ્તીઓ જામનગર પહોંચી હતી, જેમા બી ટાઉન દિવા દિશા પટનીનું પણ નામ સામેલ છે. દિશા પણ અનંત-રાધિકા ગ્રાન્ડ ફંક્શન માટે જામનગર પહોંચી હતી અને એરપોર્ટ પર તેનો કુલ લુક જોવા મળ્યો હતો.અભિનેત્રીએ વ્હાઇટ ટોપ સાથએ ડેનિમ જીન્સ પહેર્યું હતું અને એક નાની હેન્ડ બેગ કેરી કરી હતી.

આ પછી અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માટે એક્ટ્રેસે બ્લેક ગાઉન પસંદ કર્યુ હતુ. આ લુકમાં તે ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી. દિશાએ બ્લેક સ્ટ્રેપલેસ કોર્સેટ ગાઉન સાથે ખુલ્લા વાળ રાખ્યા હતા હાથમાં બ્રેસલેટ સાથે ઇયરિંગ્સ કેરી કરી હતી.દિશાનો આ લુક ખૂબ જ સેક્સી લાગી રહ્યો હતો. આ ગાઉનમાં બ્રાલેટ બાદ કમર પર જાળીદાર પેટન્ટ હતી.

આ દિવસોમાં દિશા તેની આગામી ફિલ્મ ‘યોદ્ધા’ને લઈને ચર્ચામાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ ‘યોદ્ધા’ 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર દિશાએ ‘બાગી 2’, ‘ભારત’, ‘મલંગ’ અને ‘એક વિલન રિટર્ન્સ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Shah Jina