ભીની આંખે દિલીપ જોશીએ દીકરી નિયતિને આપી વિદાય, લગ્નમાં જોવા મળ્યો વૈભવી ઠાઠ, 10 તસ્વીરોમાં જુઓ આવો હતો લગ્નનો માહોલ

છેલ્લા 14 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રમુખ કિરદાર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી હાલમાં તેમની દીકરીના લગ્નને લઈને ખુબ જ ચર્ચામાં છે. તેમની દીકરી નિયતિ જોશી લગ્નના તાંતણે બંધાઇ ગઇ છે. તેણે 8 ડિસેમ્બરના રોજ નાશિકમાં લગ્ન કર્યા હતા.

ત્યારે હવે જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી સોશિયલ મીડિયામાં દીકરીના લગ્નની કેટલીક તસવીરો શેર કરી રહ્યા છે, જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે. લગ્નના જોડામાં દીકરીને જોઈને જેઠલાલ અને તેમની પત્નીની આંખો હર્ષથી છલકાઈ ઉઠી છે, તો જેઠાલાલની પત્ની પણ દીકરીને લગ્નના જોડામાં જોઈને આશ્ચર્ય ચકિત થઇ ગઈ છે.

નિયતિના લગ્ન યશોવર્ધન સાથે થયા છે. નિયતિ અને યશોવર્ધનની વાત કરીએ તો, તેઓ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને આ દરમિયાન જ તેમને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. નિયતિ અને યશોવર્ધનના પ્રેમને બંનેના પરિવારજનોએ પણ સ્વીકાર્યો અને લગ્ન માટે મંજૂરી પણ આપી હતી, પરંતુ કોરોનાના કારણે તેમના લગ્ન અટકી ગયા હતા, હવે જયારે કોરોનાનો પ્રકોપ ઓછો થયો છે ત્યારે નિયતિ અને યશોવર્ધન લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

યશોવર્ધન જાણીતા લેખક અશોક મિશ્રાના દીકરા છે. તેમને વર્ષ 2008માં આવેલી શ્યામ બનેગલની ફિલ્મ “વેલકમ ટુ સજ્જનપુર”માં ગીતો લખ્યા હતા, જેના દ્વારા પણ તેમને ખાસ ઓળખવામાં આવે છે.વાત કરીએ દિલીપ જોશીના જમાઈ યશોવર્ધનની તો તે એક ફિલ્મ-ડિરેક્ટર અને રાઇટર છે.

યશોવર્ધને શોર્ટ ફિલ્મ ‘મંડી’ ડિરેક્ટ કરી છે. દિલીપ જોશીની મોટી દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં તેણે ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે.

દિલીપ જોશીએ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર 5 તસવીરો શેર કરી છે, જેમાં એક તસ્વીરની અંદર દીકરી નિયતિ તેના પતિ યશોવર્ધન સાથે મંડપમાં બેઠેલી જોવા મળી રહી છે, આ દરમિયાન આ કપલ ખુબ જ સુંદર લાગી રહ્યું છે, અને બંનેના ચહેરા ઉપર રોનક પણ જોવા મળી રહી છે. તો અન્ય એક તસ્વીરમાં દીકરીને લગ્નના જોડામાં જોઈને જેઠાલાલની પત્ની આચાર્યમાં પડતી જોવા મળી રહી છે. તો બીજી એક તસ્વીરમાં જેટલાલ દીકરીના ચહેરા ઉપર હાથ મૂકી અને એક પિતા તરીકે પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

જેઠાલાલ દ્વારા શેર કરવામાં આવેલી એક બીજી તસ્વીરમાં જેઠાલાલના પરિવારજનો નિયતિને લગ્ન મંડપમાં લઇ જતા જોવા મળી રહ્યા છે, આ દરમિયાન પણ સૌ ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તો છેલ્લી તસ્વીરમાં બંને પરિવાર લગ્ન મંડપમાં ઉભો છે અને નિયતિ અને યશોવર્ધન પણ સાથે જોવા મળી રહ્યા છે. ચાહકોને આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.

જેઠાલાલની દીકરીનું ભવ્ય રિસેપ્શન મુંબઇની તાજ લેન્ડ હોટલમાં યોજવામાં આવ્યુ હતુ, જેમાં તારક મહેતાની સ્ટારકાસ્ટે ધૂમ મચાવી હતી.  આ ઉપરાંત ટીવી અને થિયેટર ઇન્ડસ્ટ્રીના પણ ઘણા કલાકારો હાજર રહ્યા હતા. દીલિપ જોશીની દીકરી નિયતિ જોશી અને જમાઇ યશોવર્ધનના રિસેપ્શનમાં સુનૈના ફોજદાર, પલક સિધવાણી, સમય શાહ, કુશ શાહ, પ્રિયા આહુજા, માલવ રાજદા, અમિત ભટ્ટ, સહિતના અનેક સેલેબ્સે હાજરી આપી હતી.

આ તસવીરો શેર કરવાની સાથે દિલીપ જોશીએ એક સરસ મજાનું કેપશન પણ લખ્યું હતું, તેમને લખ્યું હતું કે, “‘તમે ફિલ્મ્સ તથા ગીતોમાંથી લાગણી ઉછીની લઈ શકો છો, પરંતુ જ્યારે તમારી સાથે આ પહેલી જ વાર બને ત્યારે તે અનુભવ અપ્રિતમ હોય છે.”

તેમને આગળ લખ્યું કે, “મારી નાનકડી દીકરી નિયતા તથા અમારા પરિવારમાં સામેલ થયેલ અમારા દીકરા યશોવર્ધનને આ નવી સફર માટે ઘણી જ શુભેચ્છા. અમને શુભેચ્છા મોકલનાર તથા આશીર્વાદ આપનાર તમામ વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.”

નિયતિના લગ્નના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં સંગીત સેરેમનીના વીડિયોમાં જેઠાલાલ ઢોલના તાલ ઉપર ડાન્સ ફ્લોર ઉપર નાચતા જોવા મળી રહ્યા છે.દિલીપ જોશી ભૂરા રંગના કુર્તામાં જોવા મળી રહ્યા છે. દીકરીના લગ્નની ખુશી પણ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ દરમિયાન સંગીત સંધ્યાના આ કાર્યક્રમમાં દિલીપ જોશી દાંડિયા અને ગરબાની ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @dilipjoshixmagical

મહેંદી તથા સંગીત અને હલ્દી સેરેમનીમાં  પણ નિયતિ તથા યશોવર્ધનનું બોન્ડિંગ જોવાલાયક હતું. સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી પણ સંગીત સેરેમનીમાં હાજર રહ્યા હતા. તેઓ પણ ગરબા રમ્યા હતા. સંગીત સેરેમનીમાં નિયતિ જોષીએ પિતા દિલીપ જોષી સાથે ગરબા રમ્યા હતાં. જ્યારે દિલીપ જોષીએ પત્ની સાથે રાસ લીધા હતા. સંગીત નાઇટમાં દિલીપ જોષીએ ગીત પણ ગાયું હતું અને ઢોલના તાલે તેઓ ઝૂમ્યા હતા.

Niraj Patel