ખબર જીવનશૈલી મનોરંજન

રાજાથી કમ નથી ધર્મેંદ્ર ! 100 એકડના ફાર્મહાઉસમાં વીતાવી રહ્યા છે આલીશાન લાઇફ

રાજાઓ જેવું જીવન છે ધર્મેંદ્ર, જુઓ તેમના 100 એકડમાં ફેલાયેલા આલીશાન ફાર્મહાઉસની તસવીરો

ધર્મેન્દ્ર તેમના જમાનાના સુપરસ્ટાર રહ્યા છે. તેમને ભારતીય સિનેમાના હી-મેન પણ કહેવામાં આવે છે. વર્ષ 1997માં તેમને વિશ્વના 10 સૌથી હેન્ડસમ પુરુષોમાં સ્થાન મળ્યું હતું. આના પરથી તેમના વ્યક્તિત્વનો અંદાજ લગાવી શકાય છે. અનેક સુપરહિટ ફિલ્મો આપનાર ધર્મેન્દ્ર બાળપણથી જ હીરો બનવા માંગતા હતા.

ગ્લેમરની ચમકે તેમને આકર્ષિત કર્યા હતા. હાલ તો ધર્મેન્દ્ર મુંબઇની ધમાલથી દૂર પોતાના ફાર્મહાઉસમાં શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના જીવનની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. અભિનેતા ચાહકોને લક્ઝરી ફાર્મહાઉસની ઝલક પણ બતાવતા રહે છે.

તેમનું ફાર્મહાઉસ 100 એકર વિસ્તારમાં ફેલાયેલ છે. આ ફાર્મહાઉસ મુંબઈથી દૂર લોનાવલામાં છે. જેની કિંમત કરોડોમાં છે. એક્ટર અહીં ઓર્ગેનિક ફાર્મિંગ પણ કરે છે. ધર્મેન્દ્રના ફાર્મહાઉસની બહારનો નજારો પણ ઘણો સુંદર છે. આ સાથે સ્વિમિંગ પુલ પણ છે, જ્યાં ધર્મેન્દ્ર ઘણી વખત સ્વિમિંગ કરતા જોવા મળ્યા છે.

બોલિવૂડ સુપરસ્ટાર હોવા છતાં ધર્મેન્દ્ર ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. આ જ કારણ છે કે તે મુંબઈથી દૂર ફાર્મહાઉસમાં રહે છે અને અહીં ખેતી પણ કરે છે. ધર્મેન્દ્ર બોલિવૂડના એવા કલાકારોમાંથી એક છે જેઓ પોતાનું જીવન દેશી સ્ટાઈલમાં જીવવાનું પસંદ કરે છે. તેઓ તેમના ફાર્મહાઉસમાં ખેતી કરતા અને ગાયો-ભેંસોને ચરાવતા પણ જોવા મળે છે.

દિગ્ગજ કલાકાર અવારનવાર ફાર્મહાઉસની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે, જે ઘણીવાર વાયરલ થાય છે. ધર્મેંદ્રના ફાર્મહાઉસમાં પશુ-પક્ષી સિવાય ખૂબસુરત ઝીલ અને હેલીપેડ પણ છે. જ્યાં તેમનું પ્રાઇવેટ જેટ રહે છે. આ જાણકારી તેઓ પોતે સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યા છે.

જણાવી દઇએ કે, ધર્મેન્દ્રનો જન્મ પંજાબના લુધિયાણા શહેરના એક નાનકડા ગામ નસરાલીમાં થયો હતો. જાટ પરિવારમાં જન્મેલા ધર્મેન્દ્ર બાળપણથી જ સ્વસ્થ હતા. જ્યારે તેઓ 19 વર્ષના હતા ત્યારે તેમણે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. તે સમયે તેમણે બોલિવૂડમાં પગ પણ મૂક્યો નહોતો.

આ પછી બોલિવુડમાં તેમણે પોતાનું અલગ મુકામ હાંસિલ કર્યુ અને આ દરમિયાન તેમને ડ્રિમ ગર્લ હેમા માલિની સાથે પ્રેમ થયો અને તેમણે પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર ધર્મ બદલી બીજી વાર લગ્ન કર્યા.