ધન, સમૃદ્ધિ, વૈભવ અને સૌંદર્યના કારક ગ્રહ શુક્ર ધનતેરસના પવિત્ર પર્વ પર પોતાની નીચ રાશ કન્યામાં પુનઃ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શુક્રનું આ ગોચર તમામ રાશીઓ પર અસર કરશે, પરંતુ 3 એવી ભાગ્યશાળી રાશીઓ છે જેમના માટે આ સમયગાળો અત્યંત શુભ અને લાભદાયી સિદ્ધ થશે.
શુક્રની સ્થિતિમાં થતો નાનો બદલાવ પણ આપણા આર્થિક જીવન અને ભૌતિક સુખ-સુવિધાઓ પર સીધી અસર પાડે છે. 6 નવેમ્બર 2026ના રોજ ધનતેરસના દિવસે શુક્ર વક્રી અવસ્થામાં કન્યા રાશીમાં પ્રવેશ કરશે. વક્રી ચાલના કારણે ગોચરના પૂર્ણ અને સુખદ પરિણામો 6 નવેમ્બરથી જ નહીં, પરંતુ 14 નવેમ્બર 2026ના રોજ શુક્ર માર્ગી થયા પછી પૂર્ણ સ્વરૂપે જોવા મળશે. 14 નવેમ્બર પછી આ શુભ અસરોમાં ઝડપી વધારો થશે અને આ રાશીઓને છપ્પરફાડ ધનલાભ મળશે.
જૂઓ કઈ છે આ 3 ભાગ્યશાળી રાશીઓ:

1. વ્રષભ રાશી (Taurus)
વ્રષભ રાશીના જાતકો માટે શુક્રનું આ ગોચર ખૂબ જ સકારાત્મક રહેશે. જોકે, તેનો ખરો અને શ્રેષ્ઠ લાભ 14 નવેમ્બર પછી શુક્ર માર્ગી થયા બાદ મળવાનું શરૂ થશે.
આર્થિક સ્થિતિ: નાણાકીય પાસું મજબૂત બનશે અને અચાનક ધનલાભના યોગ બનશે.
વ્યવસાય અને કરિયર: બિઝનેસમાં બમ્પર મુનાફો મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી ઉત્તમ તકો પ્રાપ્ત થઈ શકે છે.
રોકાણ અને પરિવાર: જૂના રોકાણમાંથી મોટો ફાયદો થશે તથા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.

2. કન્યા રાશી (Virgo)
કન્યા રાશીમાં જ શુક્રનું ગોચર થઈ રહ્યું હોવાથી આ જાતકો માટે આ સમયગાળો ખૂબ ભાગ્યશાળી સાબિત થશે.
ભાગ્યનો સાથ: તમે કરેલી મહેનત રંગ લાવશે અને દરેક કાર્યમાં નસીબનો સાથ મળશે.
આર્થિક મજબૂતી: આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. 14 નવેમ્બર પછી મનોરંજન અને આનંદના પ્રસંગો વધશે.
મુસાફરી: વેપાર કે કામકાજ અર્થે કરેલી યાત્રામાંથી મોટો આર્થિક લાભ મેળવવામાં સફળ રહેશો.

3. કુંભ રાશી (Aquarius)
કુંભ રાશીના જાતકો માટે શુક્રનું આ ગોચર અત્યંત શુભ પરિણામ આપનારું રહેશે.
નાણાકીય સુધારો: જૂના રોકાણોમાંથી મજબૂત વળતર મળશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે.
બિઝનેસમાં નફો: વેપારમાં મોટો આર્થિક ફાયદો થવાના યોગ છે. 14 નવેમ્બર પછી શુક્ર માર્ગી થતાં જ લાભની ઝડપ વધી જશે.
ભૌતિક સુખ: નવું મકાન કે વાહન ખરીદવાનું સ્વપ્ન પૂરું થઈ શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)