ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી છૂટાછેડાના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હોવાની પણ વાત સામે આવી રહી છે. ત્યાં ભારતીય સ્પિનર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા સતત રહસ્યમય પોસ્ટ્સ શેર કરતો જોવા મળે છે. ત્યારે છૂટાછેડાની અફવાઓ વચ્ચે હવે ચહલની પત્ની ધનશ્રી વર્માએ પહેલીવાર મૌન તોડ્યું છે.
ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં ધનશ્રીએ કહ્યું કે તેનું મૌન તેની નબળાઈ છે પરંતુ તેની તાકાત પણ છે. આ ઉપરાંત ધનશ્રીએ બીદાને ઉપર ઉઠવાની પણ વાત કરી. ચહલની પત્નીએ તેમના વિરુદ્ધ ફેલાયેલી બાકીની અફવાઓ વિશે પણ વાત કરી. પોતાની સ્ટોરીમાં ધનશ્રી વર્માએ લખ્યું, “છેલ્લા કેટલાક દિવસો મારા પરિવાર અને મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે.
ખરેખર ચિંતાજનક બાબત એ છે કે પાયાવિહોણા લેખન, તથ્યો વિનાના લેખન અને નફરત ફેલાવનારા ચહેરા વગરના ટ્રોલ દ્વારા મારી પ્રતિષ્ઠાને બદનામ કરવામાં આવી રહી છે. મેં મારું નામ અને પ્રામાણિકતા બનાવવા માટે વર્ષોથી સખત મહેનત કરી છે. મારું મૌન નબળાઈની નહીં, પરંતુ સત્યની નિશાની છે. જ્યાં નકારાત્મકતા ઓનલાઈન સરળતાથી ફેલાય છે, ત્યાં કોઈ બીજાને ઉપરઉઠવા માટે સાહસ અને કરુણાની જરૂરત હોય છે.
હું મારા સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને મારા મૂલ્યોને વળગી રહીને આગળ વધવાનું પસંદ કરું છું. સત્ય કોઈ વાજબી કારણ વિના સીધું ઊભું રહે છે.” જણાવી દઇએ કે, મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચહલ અને ધનશ્રીના છૂટાછેડા ફાઇનલ છે. જો કે, અત્યાર સુધી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા દ્વારા છૂટાછેડા અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.