શરતી જામીન પર બહાર આવેલા દેવાયત ખવડના મિત્રો અને પરિચિતોને મળવાનો સિલસિલો થયો શરૂ, કિંજલ દવેના પરિવાર અને જીગ્નેશ કવિરાજ સાથે કરી મુલાકાત…જુઓ તસવીરો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લોક સાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયત ખવડનું નામ સતત ચર્ચામાં છે. તેણે અઢી મહિના પહેલા રાજકોટમાં મયુરસિંહ રાણા પર ધોળા દિવસે હુમલો કર્યો હતો અને તેના આરોપસર છેલ્લા 72 દિવસથી દેવાયત ખવડને જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારે થોડા દિવસ પહેલા જ દેવાયતને શરતી જામીન આપવામાં આવ્યા છે.
જામીન મળ્યા બાદ દેવાયતનું સોશિયલ મીડિયા પણ હવે ધમધમવા લાગ્યું છે અને તેના પર એક પછી એક પોસ્ટ પણ આવવા લાગી છે. જેમાં દેવાયત અલગ અલગ સ્થાનોની અને મિત્રો તેમજ પરિચિતોની મુલાકાત લેતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં જ કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે કિંજલ દવેના ઘરનો મહેમાન બનેલો જોવા મળે છે.
આ તસવીરોને કિંજલ દવેના પિતા લલિત દવેએ તેમના સોશિયલ મીડિયામાં શેર કરી છે. લલિત દવેએ 3 તસવીરો શેર કરી છે જેમાં પહેલી તસવીરની અંદર કિંજલ દવેના ઘરમાં બનાવવામાં આવેલા ચેહર માતાજીના મંદિર સામે લલિત દવે અને દેવાયત ખવડ બંને ઉભા જોવા મળી રહ્યા છે અને કેમરા સામે પોઝ આપે છે.
તો બીજી તસવીરમાં ચેહર માતાજીના મંદિરની સામે જ લલિત દવે અને દેવાયત બેઠા છે અને લલિત દવે દેવાયતના કપાળ પર તિલક કરતા પણ જોવા મળી રહ્યા છે. તો છેલ્લી તસવીરમાં દેવાયત ખવડ સાથે કિંજલ દવે સાથે તેના મમ્મી-પપ્પા અને ભાઈ આકાશ દવે પણ સોફા પર બેસીને પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
આ તસવીરો શેર કરવાની સાથે લલિત દવેએ કેપશનમાં લખ્યું છે, “માં ભગવતી ચેહર તમારી અને તમારા પરિવારની રક્ષા કરે. બધી જ મનોકામના પૂર્ણ કરે એવી દિલથી પ્રાર્થના અને આશીર્વાદ. જય ચેહર સરકાર જેસંગપુરા.” લલિત દવે દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.
આ ઉપરાંત દેવાયતે પોતાના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજ સાથે મંદિરમાં દર્શન કરતા અને એકબીજાને ભેટતા પણ જોવા મળી રહ્યા છે. આ તસવીરોને પણ ચાહકો હવે ખુબ જ પસંદ કરી રહ્યા છે. ગણતરીની મિનિટોમાં જ આ તસવીરો પર હજારો લાઈક આવી ચુકી છે.