કોમેડિયન દેવરાજ પટેલના અકસ્માત વિશે થયો મોટો ખુલાસો, જાણો

Devraj Patel dies in road accident : કોમેડિયન અને ફેમસ યૂટયૂબર દેવરાજ પટેલનું સોમવારે રોડ અકસ્માતમાં મોત થઇ ગયુ. દેવરાજના નિધન પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ શોક વ્યક્ત કર્યો છે. દેવરાજ પટેલ યૂટયૂબ પર ઘણો ફેમસ હતો. છત્તીસગઢનો દેવરાજ પટેલ એક વીડિયો ‘દિલ સે બુરા લગતા હૈ’થી ખૂબ ચર્ચિત થયો હતો. તે બાદ દેવરાજ પટેલ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પણ મળ્યો હતો. ભૂપેશ બઘેલે દેવરાજનો એક જૂનો વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

જેમાં તેમણે લખ્યુ- ‘દિલ સે બુરા લગતા હૈ ભાઈ’થી કરોડો લોકો વચ્ચે પોતાની જગ્યા બનાવવાવાળા, આપણને બધાને હસાવનારા દેવરાજ પટેલ આજે આપણા વચ્ચેથી ચાલ્યા ગયા. આ બાળ ઉંમરમાં અદ્ભૂત પ્રતિભાની ક્ષતિ ઘણી દુખદાયી છે. ઇશ્વર તેમના પરિવાર અને ચાહવાવાળાને આ દુખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેવરાજ તેની બાઇક પર જઈ રહ્યો હતો.

એવું કહેવાઇ રહ્યુ છે કે તે કોમેડી વીડિયો શુટ કરવા જઇ રહ્યો હતો અને આ દરમિયાન એક તેજ રફતાર ટ્રકે તેની બાઇકને ટક્કર મારી અને તેના કારણે તેનું મોત થયું. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ તરત જ દેવરાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. દેવરાજ છત્તીસગઢના મહાસુમંદનો રહેવાસી હતો અને સોશિયલ મીડિયા સ્ટાર હતો. હાલમાં જ દેવરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

જેમાં તે ‘દિલ સે બુરા લગતા હૈ યાર’ કહેતો જોવા મળે છે. આ વીડિયો બાદ દેવરાજ રાતોરાત સ્ટાર બની ગયો હતો.આ વીડિયો વાયરલ થયા બાદ દેવરાજ સોશિયલ મીડિયાના ઘણા સ્ટાર્સને મળ્યો હતો. દેવરાજ બીબી કી વાઈન્સ નામની ચેનલ ચલાવતા ભુવન બામને પણ મળ્યો હતો. આ સાથે તેની ઘણા સ્ટાર્સ સાથે પણ સારી મિત્રતા હતી. ખુદ દેવરાજના પણ યુટ્યુબ પર 3 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ હતા. દેવરાજ મીમ્સ બનાવીને લોકોને સતત હસાવતો હતો. તે અલગ-અલગ વિષયો પર ફની વીડિયો બનાવતો હતો.

2021માં દિલ્હીના પ્રખ્યાત હાસ્ય કલાકાર ભુવન બામ સાથે તેણે ઢિંઢોરામાં કામ કર્યું હતું. આ સાથે દેવરાજ છત્તીસગઢ સરકારની ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં સતત કામ કરતો હતો. એટલા માટે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દેવરાજની નજીક હતા. દેવરાજે ગયા વર્ષે મુખ્યમંત્રી સાથે એક વીડિયો પણ બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સિવાય દેવરાજ પટેલે તેના મોતના ચારેક કલાક પહેલા જ છેલ્લો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

Shah Jina