72 દિવસના જેલવાસમાંથી બહાર આવીને દેવાયત ખવડ પહોંચ્યો આ જગ્યાએ, જેલમાંથી છુટતા જ લોકોના ટોળા જેલની બહાર ઉમટ્યા, જુઓ વીડિયો
રાજકોટમાં મયુરસિંહ રાણા સાથે હુમલો કરવાને લઈને જેલમાં ગયેલા લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયત ખવડને 72 દિવસ બાદ જામીન મળ્યા અને રાણો રાણાની ફેમ કહેનારો દેવાયત જેલની બહાર આવ્યો. ત્યારે હવે દેવાયતના જેલની બહાર આવતા જ તેનું સોશિયલ મીડિયા પણ ફરી એક્ટિવ થઇ ગયું છે.
દેવાયત ખવડે તેના ઇન્સ્ટાગ્રામ પણ હાલમાં જ બે પોસ્ટ કરી છે. જેમાં પહેલી પોસ્ટની અંદર તે બધાનો આભાર માનતો જોવા મળી રહ્યો છે. તેને એક ફોટો પોસ્ટ કરીને તેમાં લખ્યું છે કે, “સર્વે વડીલો, સ્નેહીજનો, મિત્રો અને ચાહક મિત્રોએ મારા માટે સમય ફાળવ્યો અને સતત ખબર અંતર લેતા રહ્યાં અને પ્રાર્થનાઓ કરી એ બદલ સર્વેનો આભાર, મરજી સર્વેને સુખ અને શાંતિ અર્પે એવી પ્રાર્થના !”
આ ઉપરાંત જેલમાંથી છૂટ્યા બાદ દેવાયત સોનલ માતાજીના ચરણોમાં માથું નમાવવા પણ પહોંચ્યો હતો જેની તસવીર પણ તેને પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. દેવાયત સોનલ માતાજીના મંદિરની બહાર ઉભા રહીને કેમેરા સામે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે દેવાયતે “જય સોનલ મા” કેપશનમાં લખ્યું છે.
ત્યારે દેવાયત ખવડ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. સાથે જ ઘણા લોકો કોમેન્ટમાં તેના જેલમાંથી પાછા આવવાની શુભકામનાઓ પણ પાઠવતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત નીતિન જાની, તેમના ભાઈ તરુણ જાની અને અન્ય સેલેબ્સ દ્વારા પણ “વેલકમ બેક”ની કોમેન્ટ કરવામાં આવી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે દેવાયતે તેના કેટલાક સાથીદારો સાથે મળીને મયુરસિંહ નામના યુવક પર હુમલો કર્યો હતો. જેની ફરિયાદ મયૂરસિંહે નોંધાવી હતી. હુમલો કરીને ખવડ ફરાર થઇ ગયો હતો. દેવાયત ખવડે 10 દિવસ ફરાર રહ્યા બાદ પોલિસ સમક્ષ સરેન્ડર કર્યું હતું અને પછી તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.