આ કાકાએ બીડી પીતા પીતા કર્યો એવો સ્ટન્ટ કે જોઈને લોકોના મોઢામાંથી નીકળ્યું ગયું “ઓહ..” લોકો બોલ્યા “આ છે દેશી રજનીકાંત”

આપણા દેશની અંદર ઘણા લોકોમાં એવા એવા ટેલેન્ટ ભર્યા પડ્યા છે કે તે જોઈને આપણે પણ હક્કાબક્કા રહી જઈએ. ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા આવા ટેલેન્ટને બહાર લાવતા હોય છે અને કોઈ અદભુત પ્રતિભા બહાર આવતા જ લોકો ધડાધડ આવા ટેલેન્ટને વાયરલ કરવામાં લાગી જતા હોય છે. ત્યારે હાલ બીડી પિતા એક કાકાનો વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

બીડી પીવી સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ખતરનાક છે, પરંતુ તેમ છતાં ઘણા લોકો તેનું સેવન કરે છે. ઘણા લોકો બીડી પીને તેનો ધુમાડો પણ સ્ટાઈલમાં બતાવે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ બીડી તો પીધી જ પરંતુ સળગતી બીડીને મોંમાં ચાવવા માટે પણ લઈ લીધી. જે બાદ તેણે તેને બહાર કાઢી અને ફરીથી પીવાનું શરૂ કર્યું. વીડિયોમાં આ વ્યક્તિની સ્ટાઈલ જોઈને તમને ચોક્કસથી રજનીકાંત યાદ આવશે.

સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બીડી પીતો જોવા મળી રહ્યો છે. તે પછી તરત જ તે તે જ સળગતી બીડી મોંમાં ચાવવા લાગે છે. અને આ દરમિયાન આ ચાચા પોતાની આંગળીઓને મોઢાની અંદર બ્રશ કરતા હોય તે રીતે ફેરવી પણ રહ્યા છે. અને થોડી જ વારમાં એ જોઈબને પણ હેરાની થશે કે કાકા મોઢામાંથી સળગતી બીડી બહાર કાઢીને ધુમાડો કાઢવા લાગે છે.

આ વીડિયો અને આ વ્યક્તિનો સ્ટંટ જોઈને તમે ખરેખર ચોંકી જશો. મજાકમાં પણ આવો સ્ટંટ કરવો કોઈને ભારે પડી શકે છે અને અંદરથી મોં પણ બળી શકે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને ઘણા લોકોએ જોયો છે. આ વીડિયોને 1.5 લાખથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે.

Niraj Patel