જો તમારું પણ સપનું છે બુલેટ ફેરવવાનું અને તમારી પાસે એટલા પૈસા નથી તો અપનાવો આ અનોખો જુગાડ, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

આજના યુવાનો ઘણા બધા સપના જોતા હોય છે, તેમને હાઈ-ફાઈ લાઈફ જીવવી, મોંઘી દાટ ગાડીઓ અને બાઈક ફેરવવાની ઈચ્છા થતી હોય છે, પરંતુ મોટાભાગના છોકરાઓનું એક સપનું હોય છે. બુલેટ ફેરવવાનું. બુલેટ આજે દેશના મોટાભાગના લોકોની પહેલી પસંદ છે. પરંતુ ઘણા લોકો તેને ખરીદી નથી શકાતા, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક સસ્તા જુગાડનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

દેશી જુગાડના આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે હાલમાં પેટ્રોલની કિંમત દરરોજ આસમાનને સ્પર્શી રહી છે. જ્યારે લોકો વાહનમાં પેટ્રોલમાં નાખવા જાય છે ત્યારે ભાવ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરવાનું ભૂલતા નથી. કેટલાક લોકો પેટ્રોલથી છુટકારો મેળવવા માટે ઈલેક્ટ્રિક બાઈક તરફ વળવા લાગ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો એ પણ વિચારી રહ્યા છે કે તેમની પાસે રહેલી પેટ્રોલ કારને ઇલેક્ટ્રિકમાં કેવી રીતે કન્વર્ટ કરવી. આટલું જ નહીં કેટલાક લોકોએ સાઇકલને બાઇક જેવી બનાવવા માટે દેશી જુગાડનો સહારો પણ લીધો હતો.

આવા જ એક દેશી જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ ચોક્કસ વિચારમાં પડી જશો.  શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાઈકને બદલીને તેને અન્ય કોઈ સ્વરૂપ આપી શકાય? જો નહીં તો આ વીડિયો જોયા પછી તમે પણ વિચારવા મજબૂર થઈ જશો. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દેશી જુગાડની મદદથી એક વ્યક્તિએ પોતાની સાઈકલને બુલેટના લુકમાં ફેરવી નાખી.

જુગાડ જોયા પછી તમારા હોશ પણ ઉડી જશે. આ વ્યક્તિએ તેની સાઇકલમાં સીટ કવર, હેડલાઇટ, સાઇડ મિરર્સ, ટાંકી અને રોયલ એનફિલ્ડ બુલેટનો પાછળનો ભાગ એસેમ્બલ કર્યો અને હવે તે રસ્તા પર આવવા માટે તૈયાર છે. જ્યારે તે વ્યક્તિ તેને રસ્તા પર ચલાવી રહ્યો હતો ત્યારે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આટલું જ નહીં, તેનો વીડિયો બનાવ્યા બાદ પસાર થતા લોકોએ તેને ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો અને હવે આ વીડિયો વાયરલ થઈ ગયો છે. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પણ આ વીડિયો શેર કર્યો છે.

Niraj Patel