સાક્ષી આહુજા બાળકોને ફરાવવા નીકળી હતી, રેલવે સ્ટેશન પર મળ્યું મોત, કારણ વાંચીને મગજ ગુમાવી દેશો

Sakshi Ahuja Case: રાષ્ટ્રીય રાજધાની દિલ્લી સહિત દેશભરમાં અનેક જગ્યાએ ચોમાસાના કારણે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદમાં પાણી ભરાવાને કારણે દિલ્હીમાં ગતરોજ એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. સાક્ષી આહુજા નામની મહિલાનું દિલ્હી રેલવે સ્ટેશન પાસે વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. સાક્ષીનો પરિવાર તેના મોત માટે દિલ્હી સરકાર અને રેલવે પ્રશાસનને જવાબદાર ગણાવી રહ્યો છે. સાથે જ તે ન્યાયની માંગ કરી રહ્યો છે. સાક્ષીના પરિવારનો આરોપ છે કે રેલવેની બેદરકારીને કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો.

તેમણે કહ્યું કે અમને કોઈ પ્રકારનું વળતર જોઈતું નથી, અમારી દીકરી વળતરથી પાછી નહીં આવે. અમે ફક્ત અમારી દીકરીને પાછી ઈચ્છીએ છીએ. ત્યાં રેલ્વેએ જણાવ્યું કે આ દુર્ઘટના કરંટ લીકેજને કારણે થઈ છે. રેલવેના કામકાજમાં કોઈ સમસ્યા ન હોવાનો દાવો કરાયો હતો. 35 વર્ષીય સાક્ષી આહુજાના મૃત્યુથી માત્ર દિલ્હીના લોકોને જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકોને આઘાત લાગ્યો છે. બે બાળકોની માતા સાક્ષી શિક્ષિકા હોવાની સાથે આખા પરિવારનું ધ્યાન રાખતી હતી. તેના બંને બાળકોની ઉંમર માત્ર 7 અને 9 વર્ષની છે.

રવિવારે સવારે સાક્ષી બંને બાળકો સાથે 5.30 વાગ્યા આસપાસ વંદે ભારત એક્સપ્રેસ પકડવા નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચી હતી. તે દિવસે વરસાદ શરૂ થયો હતો, પાર્કિંગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તે પહાડગંજ તરફના ગેટ નંબર 2 પરના પાર્કિંગમાંથી સ્ટેશન જઈ રહી હતી. ત્યારે સાક્ષીનો પગ લપસી ગયો અને પડવાથી બચવા તેણે પોલ પકડી લીધો. ખુલ્લા વાયરને કારણે પોલમાં કરંટ લાગ્યો અને સાક્ષી તેની ઝપેટમાં આવી ગઇ. તે દર્દથી કણસણતી હતી પણ આ સમયે પણ તે તેના બાળકોને દૂર રાખવાનું કહી રહી હતી.

તે બાળકોને અહીંથી દૂર લઈ જવા માટે બૂમો પાડી રહી હતી. આ ભયાનક દ્રશ્ય કેવું હશે તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. ઉનાળુ વેકેશન શરૂ થયું ત્યારથી સાક્ષીના બંને બાળકો ફરવા જવાની જીદ કરતા હતા. જ્યારે તેમને ખબર પડી કે માતાએ ચંદીગઢની વંદે ભારત એક્સપ્રેસ ટિકિટ બુક કરાવી છે ત્યારે તેમનો ઉત્સાહ બમણો થઈ ગયો. તેઓને થોડીના ખબર હતી કે આ રજા તેમની માતાને તેમનાથી હંમેશ માટે દૂર લઈ જશે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે સાક્ષીએ પહેલા કારમાં જવાનું આયોજન કર્યું હતું,

પણ બાદમાં ટ્રેનની ટિકિટ બુક કરાવી. આટલી નાની ઉંમરે માતાને ગુમાવવાનું દુ:ખ શું હોઈ શકે તે સાક્ષીના બે બાળકો જ સમજી શકે? સાક્ષી અને તેના પરિવારે હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાની પણ યોજના બનાવી હતી. તે તેના માતા-પિતા અને બહેનને પણ લઈ જઇ રહી હતી. સાક્ષી આહુજાનો પરિવાર દિલ્હીના પ્રીત વિહારમાં રહે છે. તે લક્ષ્મી નગરની લવલી પબ્લિક સ્કૂલમાં શિક્ષિકા હતી. પરિવારના જણાવ્યા અનુસાર સાક્ષી આર્કિટેક્ટ પણ હતી. સાક્ષીનો પતિ જાપાનની એક ફર્મમાં કામ કરે છે.

Shah Jina