મેટ્રોની અંદર આવા દૃશ્યોએ લોકોની નજર પણ શરમથી ઝુકાવી દીધી, આ 4 ઘટનાઓ તો લોકો ક્યારેય નહિ ભૂલી શકે… જુઓ વીડિયો

આ 4 વીડિયોએ મેટ્રોના નિયમોના ધજાગરા ઉડાવીને રાખી દીધા, અશ્લીલતાની પણ તમામ હદો કરી નાખી પાર… જુઓ

આજના સમયમાં લોકો રીલ પાછળ પાગલ બન્યા છે. ઘણા લોકો વીડીયો બનાવીને ફેમસ થવા માંગતા હોય છે. પરંતુ આ વીડિયો બનાવવાના ચક્કરમાં કેટલાક યુવાનો સ્ટન્ટ કરીને બીજાની સાથે પોતાનો પણ જીવ જોખમમાં મુકતા હોય છે તો ઘણી યુવતીઓ જાહેરમાં જ અંગ પ્રદર્શન પણ કરતી હોય છે. આવા ઘણા વીડિયો પણ તમે વાયરલ થતા જોયા હશે.

છેલ્લા થોડા સમયમાં દિલ્હી મેટ્રો આવા વીડિયો માટે બહુ ચર્ચિત બની છે અને મેટ્રોમાંથી એવા એવા વીડિયો સામે આવ્યા છે જેને જોઈને કોઈનું પણ માથું શરમથી ઝૂકી જાય. હાલમાં જ એક છોકરીનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આમાં તે બ્રા અને એકદમ શોર્ટ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી હતી. લોકોનો યુવતી પર ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. તેની ઓળખ 19 વર્ષીય રિધમ ચન્ના તરીકે થઈ છે. તેણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે જે ઇચ્છે તે કરવાની તેને સ્વતંત્રતા છે. જોકે, લોકોનું કહેવું છે કે જાહેર સ્થળોએ લોકોએ કેવું વર્તન કરવું જોઈએ તેના નિયમો હોવા જોઈએ.

શોર્ટ ડ્રેસમાં યુવતી સિવાય અન્ય એક વીડિયોએ પર પણ ભારે હોબાળો મચાવ્યો હતો. આમાં એક કપલ ગેટ પાસે ઊભું ઉભું કિસ કરતું જોવા મળે છે. વિડિયો કોણે રેકોર્ડ કર્યો તે અંગે કોઈ માહિતી નથી. આ મામલામાં જ્યાં એક તરફ લોકો કહે છે કે કોઈની પ્રાઈવેટ મોમેન્ટ રેકોર્ડ કરવી ખોટું છે. તો બીજી તરફ લોકોનું કહેવું છે કે લોકોએ જાહેર સ્થળે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાથી દૂર રહેવું જોઈએ.

તો અન્ય એક વીડિયોમાં બે મહિલાઓ એકબીજા સાથે દુર્વ્યવહાર કરતી જોવા મળી રહી છે. લડાઈ એટલી હદે વધી જાય છે કે એક મહિલાએ બીજી પર મરીના સ્પ્રેથી હુમલો કરવાની ધમકી આપી હતી. આ વીડિયો કેટલો જૂનો છે તે જાણી શકાયું નથી. એક મહિલા ત્યાં ખરેખર સ્પ્રે કરી દે છે જેના કારણે મેટ્રોમાં હાજર અન્ય લોકોને પણ ખાંસી થવા લાગે છે.

આ વીડિયોમાં લોકો મેટ્રોની અંદર રિબન કટીંગ સેરેમની કરતા જોવા મળે છે. જ્યારે મેટ્રોમાં કાતર લઈ જવાની પરવાનગી નથી. જેવી મેટ્રો સ્ટેશન પર ઊભી થાય છે, ત્યારે જ કાતર સાથે બે છોકરાઓ દરવાજા તરફ જાય છે. અહીં તેણે પહેલેથી જ રિબન બાંધી દીધી છે. તે અંદર આવતા મુસાફરોને રિબન કાપવા કહે છે. આ લોકો પણ હસીને રિબન કાપીને મેટ્રોમાં પ્રવેશ કરે છે.

આ વીડિયોમાં એક કપલ ઝઘડતું જોવા મળી રહ્યું છે. બંને વચ્ચે વાદ-વિવાદ એટલો વધી જાય છે કે તેઓ લડાઈ પણ કરવા લાગે છે. પહેલા છોકરી છોકરાને મારે છે. પછી છોકરો છોકરીને થપ્પડ મારે છે. આ ઝઘડા દરમિયાન આસપાસના લોકો આ કપલને જોઈ રહ્યા હતા. ટ્રેન સ્ટેશન પર ઉભી રહેતા જ બંને નીચે ઉતરે છે.

Niraj Patel