આ શું થઇ રહ્યુ છે ? જાહેરમાં જ શું રોમાન્સ કરવાનો ટાઇમ મળે છે ? દિલ્લી મેટ્રોમાં ફરી એકવાર કપલનો રોમાન્સ, ખુલ્લેઆમ લિપલોક કરતુ જોવા મળ્યુ કપલ

આ બેશરમોને શું કહેશો? મેટ્રોમાં સરાજાહેર બીભત્સ હરકતો કરતા ઝડપાયા, જુઓ વીડિયો

Delhi Metro Intimate Scene : દિલ્હી મેટ્રોમાં એવા એવા કારનામા થઈ રહ્યા છે કે તેના વિશે સાંભળીને પણ લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. અશ્લીલ કૃત્યોથી લઈને રોમાન્સ સુધી મેટ્રોમાં લોકો જે પ્રવૃત્તિઓ કરે છે તે જોઈને દરેક આશ્ચર્યમાં મૂકાઇ જાય છે. હાલમાં જ એક છોકરી તેના વાળ સ્ટ્રેટ કરતી જોવા મળી હતી. આ પહેલા એક બિકિની ગર્લ પછી કપલના રોમાન્સના વીડિયો ઘણુ બધુ દિલ્લી મેટ્રોમાંથી સામે આવી ચૂક્યુ છે. ત્યારે ફરી એકવાર કપલનો રોમાન્સ જોવા મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

જો કે, વહીવટીતંત્રે આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા પણ જારી કરી હતી. પરંતુ લોકો તો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા. 17 જૂનના રોજ માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી, જેમાં એક કપલ દિલ્હી મેટ્રોના ટ્રેનના કોચની અંદર લિપલોક કરતા જોવા મળ્યા. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે આ ઘટના 17 જૂને T2C14ની આસપાસ હુડા સિટી સેન્ટર તરફ દિલ્હી મેટ્રોની યલો લાઇન પર બની હતી. દિલ્હી મેટ્રોના અધિકારીઓએ આ પોસ્ટનો જવાબ આપતા લખ્યું – કોઈપણ અસુવિધા માટે ખેદ છે.

હુડા સિટી સેન્ટર સ્ટેશન પર તપાસ કરી. પરંતુ એવો કોઈ મુસાફર મળ્યો ન હતો. રેલવે પ્રશાસન તરફથી મળેલા આ જવાબ પર લોકો અસહમત જોવા મળ્યા હતા. યુઝર્સે જવાબ પર કોમેન્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. એકે લખ્યું- બે દિવસ પછી રિપ્લાય કરવાનો હોય છે. બીજાએ લખ્યું- આ કેવો જવાબ હતો ? કપલના કિસિંગ સીનનો ફોટો વાયરલ થયાના એક દિવસ પછી 18 જૂને કપલનો વીડિયો પણ ટ્વિટર પર સામે આવ્યો, જેને 85 લાખથી વધુ વ્યૂઝ મળ્યા.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મેટ્રોમાં રીલ બનાવવાના ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે દિલ્હી મેટ્રોએ પણ ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે અશ્લીલતા ફેલાવે અથવા અન્ય લોકોને મુશ્કેલી પહોંચાડે તેવું કોઈપણ કામ ગુનો છે.

Shah Jina