દીપિકાએ પતિ શોએબ ઇબ્રાહિમને આપ્યા અધધધધ મોંઘા શૂઝ, ભાવ સાંભળીને કાન ફફડી જશે તમારા

દીપિકાને શોએબ ઇબ્રાહિમ પર ઉભરાયો ખુબ પ્રેમ, જન્મદિવસ પર દીપિકાએ અધધધધધધધધ મોંઘાદાટ શૂઝ ગિફ્ટ કર્યા

અભિનેત્રી દીપિકા કક્કર આ દિવસોમાં તેના સાસરિયાઓ સાથે તેના લગ્નજીવનનો ઘણો આનંદ માણી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે તેમજ તે પતિ શોએબ સાથે તેની યુટ્યુબ ચેનલ ચલાવે છે જે ખૂબ જ મશહૂર છે.

લગભગ દરરોજ દીપિકા આ ​​ચેનલ પર તેના પર્સનલ વ્લોગ શેર કરતી રહે છે જે ખૂબ જ વાયરલ થાય છે. તેવામાં દીપિકાએ હવે તેનો લેટેસ્ટ વ્લોગ ચાહકો સાથે શેર કર્યો છે જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

અભિનેતા શોએબ ઇબ્રાહિમે સોમવારે એટલે કે 20 જૂને તેનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેની કેટલીક ઝલક તેની બહેન સબા ઈબ્રાહિમે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને સમગ્ર સેલિબ્રેશન અભિનેતાના વ્લોગમાં જોવા મળ્યું હતું.

આ દરમ્યાન દીપિકાએ ખાસ તેના પતિ માટે પોતાના હાથથી કેક બનાવી હતી. વીડિયોમાં પહેલા ઘરમાં પરિવારના તમામ સભ્યો અને નજીકના મિત્રો જોવા મળે છે. શોએબ તેના માતા-પિતા સાથે કેટ કટિંગ કરે છે.

આ પછી લોકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. તેઓ કેક ખવડાવે છે અને તેના ચહેરા પર લગાવે છે. ત્યારબાદ ગિફ્ટ સેશન થાય છે, જેમાં દરેક વ્યક્તિ શોએબને ગિફ્ટ આપે છે.સૌ પ્રથમ અભિનેતાની માતા બે-ત્રણ લોઅર-ટી-શર્ટ આપે છે.

પપ્પા તેને હાથથી બનાવેલું કાર્ડ આપે છે જેમાં તેના હાથથી કંઈક લખેલું હોય છે. શોએબ તેને વાંચે છે જેને સાંભળીને બધા તાળીઓ પાડવા લાગે છે અને ખુશી વ્યક્ત કરે છે. પણ એ કવિતા પૂરી થતાં જ શોએબના પિતા ભાવુક થઈ જાય છે.

પછી બધા તેના પર પ્રેમ વરસાવે છે અને શોએબને ગળે લગાવે છે.બહેન સબા પણ ભાઈને ઘડિયાળ ભેટમાં આપે છે, જેને જોઈને અભિનેતા ખુબ ખુશ થઇ ગયો હતો. આ પછી મિત્રો તેઓ લાવેલી તમામ ભેટ પણ રજૂ કરે છે.

ત્યારે અંતે પત્ની દીપિકાનો વારો આવે છે. તેણે ગુચીના સફેદ રંગના સ્પોર્ટ્સ શૂઝ પતિને ગિફ્ટમાં આપ્યા હતા. જે શૂઝ ગિફ્ટમાં આપ્યા હતા તે કોઈ મામૂલી શૂઝ નહોતા. તે શૂઝની કિંમત લગભગ 77 હજાર રૂપિયા છે. આ સરપ્રાઈઝ જોઈને કલાકારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Patel Meet