‘મલખાન’ની પ્રાર્થના સભામાં ધ્રુસકેને ધ્રુસકે રડી ‘અંગુરી ભાભી’, તસવીરો જોઇ તૂટી જશે દિલ

મલખાનની તસવીર સામે પહોંચતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી અંગુરી ભાભી, આ સ્ટાર્સે પણ ભારે મનથી આપી દીપેશ ભાનને શ્રદ્ધાંજલિ

“ભાભીજી ઘર પર હૈ”ના મલખાન સિંહ એટલે કે દીપેશ ભાને શનિવારના રોજ સવારે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધુ હતુ. દીપેશ ભાનનું ક્રિકેટ રમતા સમયે નિધન થયુ હતુ. દીપેશનું આવી રીતે અચાનક જવું એ બધાને હેરાન કરી રહ્યુ છે. દીપેશ ભાને વર્ષ 2019માં લગ્ન કર્યા હતા. તેમનો એક 18 મહિનાનો દીકરો પણ છે. આ પરિવાર માટે ખરેખર એક કઠિન સમય છે અને તેમની પત્ની તો તેમના નિધનથી ઘણી જ તૂટી ગઇ છે. તેમના પરિવાર અને મિત્રોની તો રડી રડીને હાલત ખરાબ છે.

સોમવારના રોજ દીપેશ ભાન માટે શોક સભા રાખવામાં આવી હતી. જેમાં કીકૂ શારદા, વિદિશા શ્રીવાસ્તવ, શુભાંગી અત્રે, નિર્મલ સોની જેની કલાકાર અને કો-સ્ટાર્સ પરિવારને સહાનુભૂતિ આપવા અને દીપેશ ભાનને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હતા. આ પ્રેયર મીટમાંથી દિલ તોડી દે તેવી તસવીરો સામે આવી છે. શુભાંગી અત્રે જેવી જ દીપેશ ભાનની તસવીર સામે ફૂલ ચઢાવવા આવી કે તે ધ્રુસકેને ધ્રુસકે રડી પડી. જેમ તેમ તેણે પોતાને સંભાળી અને પછી ત્યાંથી ચાલી ગઇ.

શુભાંગીનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે, જેમાં શુભાંગીના મોઢા પર મિત્ર જેવા કો-સ્ટારને ખોવાનું ગમ સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે. જણાવી દઇએ કે, દિપેશ ભાને 23 જુલાઈના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતુ. દિપેશ ભાન વિશે એવું પણ બહાર આવ્યું હતું કે તેણે 10 દિવસ પહેલા ફુલ બોડી ચેકઅપ કરાવ્યું હતું. તેનો રિપોર્ટ ચિંતાજનક નહોતો. તે પોતાની ફિટનેસ પર ઘણી મહેનત કરતો હતો.સોશિયલ મીડિયા પેજ પર દિપેશે વર્કઆઉટ કરતા ઘણા વીડિયો શેર કર્યા છે.

દીપેશ ભાન હંમેશાથી એક્ટર બનવા માંગતા હતા. એ જ સપનું લઈને તે મુંબઈ આવ્યા અને સપનું પૂરુ પણ કર્યુ. ‘ભાભીજી ઘર પર હૈં’ની રીલ લાઈફની જેમ જ રીયલ લાઈફમાં પણ મલખાન ખૂબ જ જીવંત વ્યક્તિ હતા. દિપેશ ભાનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતાં જાણવા મળે છે કે, તેને ઈન્સ્ટા રીલ બનાવવાનો ખૂબ જ શોખ હતો. આ સિવાય તે પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ જ સભાન હતો. ફિટનેસનું ધ્યાન રાખવા છતાં પણ નાની ઉંમરમાં એક્ટરનું મોત દરેક માટે ચોંકાવનારું છે.

41 વર્ષિય દીપેશ ક્રિકેટ રમી રહ્યા હતા અને આ દરમિયાન તે પડી ગયા, જે બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. બ્રેન હેમરેજથી તેમનો જીવ ચાલ્યો ગયો. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. દિપેશને યાદ કરીને તેના સ્નેહીજનોના આંસુ રોકાઇ રહ્યા નથી. રિપોર્ટ અનુસાર, દિપેશ ભાનની પત્ની ખરાબ રીતે ભાંગી પડી છે.

તેની પર હવે 18 મહિનાના નાના બાળકની જવાબદારીની સાથે સાથે હોમલોન પણ છે, જે ચૂકવવાની છે.અત્યારે તેના જીવનનો સૌથી મોટો પડકાર એ છે કે દિપેશ ભાનના નિધન સાથે તેમની પત્નીના માથે હવે હોમ લોન છે, જે ચૂકવવા વિશે તેને વિચારવું પડશે. દિપેશ ભાનની પત્ની ન તો આ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે કે ન તો વર્કિંગ વુમન.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

‘ભાભીજી ઘર પર હૈ’ સિવાય, તે ભૂતવાલા સિરિયલ, એફઆઈઆર, કોમેડી ક્લબ, કોમેડી કા કિંગ કૌન, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને સુન યાર ચિલ માર જેવા શોમાં પણ જોવા મળ્યો છે. કો-સ્ટાર ચારુલ મલિકનું કહેવું છે કે તે આગળ OTT પ્લેટફોર્મ પર કામ કરવાની યોજના બનાવી રહ્યો હતો. પરંતુ તેનું સપનું માત્ર સપનું જ રહી ગયું.

Shah Jina