પતિનું મૃત્યુ થઇ ગયું તો દિયર સાથે કર્યા લગ્ન, સસરા ઇચ્છતા હતા કે વહુ દૂર ન જાય, ઈમોશનલ કરી દેશે આ કિસ્સો

સાસુ-સસરાએ પેશ કરી મિસાલ ! દીકરાના મૃત્યુ પછી બાદ પૌત્રીના બર્થ ડે પર વિધવા વહુના કરાવ્યા લગ્ન

કયારેક કયારેક સમાજમાંથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે સાંભળી આપણે પણ ચોંકી જઇએ. ઘણીવાર સમાજમાંથી એવી ઘટના સામે આવતી હોય છે જે વર્ષો જૂની પરંપરાઓ તોડી નાખે છે. હાલમાં જ એક આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરિવારે પોતાની પૌત્રીને એક એવી ગિફ્ટ આપી જે મેળવીને પૌત્રી રાજીના રેડ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, પપ્પા બોલતા શીખે તે પહેલાં જ પાંચ મહિનાની દીકરીના પિતાનું કોરોનામાં મોત થયું હતું. તે બાદ આઠ મહિના પછી તેના પહેલા બર્થડે પર દાદા-દાદીની જિદ પર આરુને પિતા મળી ગયા અને પતિના મોત બાદથી આઘાતમાં સરી પડેલી પત્નીને હવે લાઇફ પાર્ટનર પણ મળી ગયો. આ મહિલાએ તેના જ દિયર સાથે જ લગ્ન કર્યાં હતાં. વિધવા વહુના સાસુ સસરા તથા વડ સસરાએ પુત્રવધુના પુર્નલગ્ન કરાવ્યા હતા.

આ કિસ્સો મધ્યપ્રદેશના શિવપુરીનો છે. મધ્યપ્રદેશના શિવપુરીમાં વહુને સાસુ-સસરાની જીદ આગળ ઝૂકવું પડ્યુ હતુ. એક પરિવારે પરંપરાઓને તોડતા તેમની વિધવા વહુના લગ્ન નાના દીકરા સાથે કરાવી દીધા. એમાં હતુ એવું કે સાસુ સસરા તેમની વિધવા વહુ અને તેમની એક વર્ષની દીકરીને પોતાનાથી દૂર થવા દેવા માંગતા ન હતા. આ માટે તેમણે એ નિર્ણય લીધો હતો.

નવાબ સાહિબ રોડ, શિવપુરીમાં રહેતા શિક્ષક અશોક ચૌધરીના પુત્ર સૂરજના લગ્ન વર્ષ 2018માં ફતેહપુરની રહેવાસી સપના સાથે થયા હતા. 2020માં સપનાએ એક બાળકીને જન્મ આપ્યો. આ પછી કોરોનાનો કહેર વધવા લાગ્યો અને એપ્રિલ 2021માં સુરજનું કોરોનાથી મોત થયું. આ પછી, પરિવારના સભ્યો તેમની પુત્રવધૂ અને તેની બાળકીના ભવિષ્યની ચિંતા કરવા લાગ્યા. બીજી તરફ સપનાના માતા-પિતાએ તેના બીજા લગ્ન કરવાની વાત શરૂ કરી દીધી હતી. જેના પર સપનાના સાસરિયાઓએ કહ્યું કે તેમણે પુત્ર ગુમાવ્યો છે, હવે પુત્રવધૂ અને પૌત્રીને ગુમાવવા નથી માંગતા.

ત્યારબાદ સપનાના સાસરાવાળાએ તેના દિયર મનોજ સાથે સપનાના લગ્ન કરાવવાનું વિચાર્યું. જ્યારે સપનાને આ વિશે વાત કરવામાં આવી તો તેણે પહેલા તો ના પાડી દીધી પણ પછી તેને સાસુના આગ્રહ સામે ઝૂકવું પડ્યું. સપનાના પિતા કહે છે કે આ લગ્નથી બંનેને નવું જીવન મળ્યું છે અને માસૂમ આરુને પિતાનો પડછાયો મળ્યો છે. પતિના અવસાન બાદ સપનાના પિયરવાળા પણ તેના વિશે ચિંતિત હતા. તેથી, તેણે સપનાના બીજા લગ્ન કરવાનું મન બનાવી લીધું. જ્યારે સપનાના પિયરવાળાએ સાસરિયાઓ સાથે વાત કરી તો સૂરજના પિતાએ કહ્યું – અમે અમારો પુત્ર ગુમાવ્યો છે. પરંતુ, હવે પુત્રવધૂ અને પૌત્રી ગુમાવવા માંગતા નથી.

અંતે નક્કી થયું કે સપનાના લગ્ન સૂરજના નાના ભાઈ મનોજ સાથે કરવા જોઈએ. માતા-પિતાના આગ્રહને કારણે મનોજ અને સપના પણ રાજી થયા. છેવટે, પૌત્રી આરુના પ્રથમ જન્મદિવસે સપના અને મનોજના લગ્ન થયા હતા. આ લગ્નથી સપના અને આરુનું જીવન ખુશનુમા બની ગયું. સાથે જ દાદી અને દાદાને પણ પુત્રવધૂ અને પૌત્રીનો સાથ મળ્યો. જે ઘરમાં 6 મહિના પહેલા શોક હતો તે ઘર હવે ખુશીઓથી ગુંજી રહ્યું છે. દરેક વ્યક્તિ આ પહેલ અને સંબંધના વખાણ કરી રહ્યા છે, આ પહેલ સમાજમાં નવા પરિવર્તનની નિશાની છે.

Shah Jina