હ્રદયદ્રાવક વીડિયો : માતાને મોઢાથી શ્વાસ આપતી રહી દીકરીઓ, વીડિયો થયો વાયરલ

કોરોના મહામારીની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે, તેવામાં આ લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આ વચ્ચે યુપીના બહરાઇચમાં ભયંકર મંજર જોવા મળ્યુ છે. જેને જોઇને બધાનું હ્રદય કંપી ઉઠશે. અહીં એક હોસ્પિટલમાં એક મહિલાને ઓક્સિજન ન મળવા પર તેમની બે દીકરીઓ માતાને મોઢાથી શ્વાસ આપતી રહી. તેઓ તેમનો જીવ જોખમમાં મૂકી માતાને ઓક્સિજન આપતી રહી.

તમને જણાવી દઇએ કે, આ મહિલાની મોત થઇ ગઇ હતી અને હજી સુધી તે દર્દીનું નામ સામે આવ્યુ નથી. જિલ્લા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ માતાનો જીવ બચાવવા દીકરીઓ દ્વારા તેમને ઓક્સિજન આપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો.

સોશિયલ મીડિયા પર આ માર્મિક ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જયાં લોકો સરકારી વ્યવસ્થા પર ઘણા સવાલ ઊભા કરી રહ્યા છે.

Shah Jina