ગજબના કારીગરો ભર્યા પડ્યા છે આપણા દેશમાં… જોઈ લો આ ભેલપૂરી વાળા કાકાને, જે નાચતા નાચતા બનાવે છે અને ખાવા માટે લાગે છે લાંબી લાઈન, વાયરલ થયો વીડિયો

આ કાકાએ તો ડાન્સિંગ ભેલપૂરી બનાવીને લોકોને રાજી રાજી કરી દીધા, સ્કિલ જોઈને લોકો ખાવા માટે દોડ્યા આવે છે, જુઓ વીડિયો

Dancing Bhelpuri : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર રોજ અઢળક વીડિયો વાયરલ થતા હોય છે. લોકો માટે પણ સમય પસાર કરવા માટેનું આ એક શ્રેષ્ઠ સાધન બની ગયું છે. ત્યારે વાયરલ વીડિયોમાં લોકો ફૂડને લગતા વીડિયો જોવાનું વધારે પસંદ કરે છે અને ઘણા ફૂડ બ્લોગર તો એવી એવી જગ્યાઓ શોધી લાવે છે જેના વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જાઓ.

તાજેતરમાં જ મુંબઈમાં એક સ્ટ્રીટ વેન્ડરે તેના ‘ડાન્સિંગ’ ભેલ પુરીને કારણે લોકપ્રિયતા મેળવી હતી. વિક્રેતા તેની ભેલપુરી તૈયાર કરવાની અને સર્વ કરવાની નવીન રીત માટે વાયરલ થયો હતો. દુકાનદારે ખૂબ જ ઝડપથી અને ઉર્જાથી ભેલપુરી તૈયાર કરી અને એવું લાગે છે કે તે ડાન્સ કરતી વખતે ભેલપુરી બનાવી રહ્યો છે.

દુકાનદારે પોતે જણાવ્યું કે કેવી રીતે ડાન્સિંગ ભેલપુરી તૈયાર થાય છે. વીડિયોમાં દુકાનદારે એક જબરદસ્ત તમાસો બતાવ્યો, તેને એક મોટા વાસણમાં બરાબર ફેરવ્યું. તેણે તેના ભેલપુરી મિક્સરમાં મમરા, ડુંગળી, કોથમીર, પુરી, ચટણી, બટેટા અને ઘણા મસાલા મિક્સ કર્યા. વાસણને ખૂબ જ અનોખી રીતે ફેરવવામાં આવ્યું અને ચમચા વડે ડાન્સ જેવી હલનચલન કરવા લાગ્યો.

 

View this post on Instagram

 

A post shared by Rajanmishra (@aapkabhai_foody)

વિડિયો જોયા પછી તમે પણ કહેશો કે ભાઈ વિડીયો જોઈને મજા આવી અને તમે તેનો સ્વાદ લેવા દુકાને પહોંચી જશો તો મજા બમણી થઈ જશે. લોકોએ તેને ‘ચટપટા ડાન્સ ભેલપુરી’ નામ આપ્યું. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું, “ભેલપુરી વેચીને લખપતિ બન ગયો. ડાન્સિંગ ભેલપૂરી.” વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લાઈક્સ સાથે 30 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Niraj Patel