કેટરીના કૈફનું આ ધમાકેદાર ગીત વાગવાની સાથે જ જોશમાં આવી ગયા ભૂરિયાઓ, કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે આખું સોશિયલ મીડિયા ગુંજી ઉઠ્યું, જુઓ વીડિયો

બોલીવુડ ગીતોના ચાહકો ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં છે. ઘણા એવા ગીતો છે જેને વાગતા જ લોકો ફોર્મમાં આવી જાય છે અને જબરદસ્ત ડાન્સ કરતા હોય છે, વિદેશોમાં પણ બોલીવુડના ગીતો વાગતા જ વિદેશીઓ પણ ઠુમકા લગાવવા લાગે છે, જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા હોય છે, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

લોકોને ડાન્સ કરવા માટે મજબુર કરી દેતું એક ગીત કેટરીના કૈફનું ‘કાલા ચશ્મા’ છે. જ્યારે પણ આ ગીત વગાડવામાં આવે છે ત્યારે દરેકના પગ ડાન્સ કરવા મજબૂર થઈ જાય છે. આ ગીત વાગતાની સાથે જ લોકો આંખો પર કાળા ચશ્મા લગાવીને શાનદાર સ્ટેપ્સ કરવા લાગે છે. હવે વિદેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

આ વીડિયોમાં છોકરાઓનું ટોળું કેટરીના કૈફના આ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો નોર્વેજિયન ડાન્સ ક્રૂનો જણાવવામાં આવી રહ્યો છે. ગીત વાગતાની સાથે જ આ છોકરાઓમાં એવો ઉત્સાહ હતો કે બધા તેમના ડાન્સ પર અવાજ ઉઠાવવા મજબૂર થઈ ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે અને નેટીઝન્સ આ વીડિયોને જોરદાર લાઈક અને શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Yasin Tatby (@yasintatby)

આ વીડિયોને અત્યાર સુધીમાં 12.1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને આ આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર ફની રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકોએ કોમેન્ટ કરતી વખતે એવું પણ લખ્યું કે આ લોકો કેટરિનાના લગ્નની જ ઉજવણી કરી રહ્યા છે, કેટરીનાએ તેમને લગ્નમાં આમંત્રણ આપવું જોઈતું હતું.

Niraj Patel