આ વ્યક્તિએ બનાવી દીધી ગુલાબ જામુન દાબેલી, વીડિયો જોઇ લોકોએ પકડી લીધુ માથુ

આ વ્યક્તિએ બનાવી ‘ગુલાબ જામુન દાબેલી’, વીડિયોમાં જણાવી રીત, લોકોએ નામ રાખ્યુ- ગુલ દાબેલી

સોશિયલ મીડિયા આજે એક વાયરલ વીડિયોનું મોટુ હબ બની ગયુ છે. દરરોજ સોશિયલ મીડિયા પર કોઇના કોઇ વીડિયો વાયરલ થતા જ રહે છે. ઘણીવાર કોઇ યૂટયૂબર કે કોઇ ક્રિએટર એવા એવા વીડિયો સામે લઇને આવતા હોય છે કે આપણે પણ ચોંકી જઇએ. સોશિયલ મીડિયા સાઇટ્સ ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ પર અવાર નવાર કંઇના કંઇ વાયરલ થતુ જ રહે છે. ત્યારે આ દિવસોમાં ઇન્ટરનેટ પર વિચિત્ર વાનગીઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

લગભગ દરરોજ લોકો વિચિત્ર પ્રયોગો કરતા રહે છે. સોશિયલ મીડિયાની દુનિયા ખોરાકના અજીબોગરીબ પ્રયોગોના વીડિયોથી ભરેલી છે. મેગીથી લઈને ઢોંસા અને આઈસ્ક્રીમ સુધી… ‘સો કોલ્ડ શેફ’ આ બધા એવી એવી વિચિત્ર વાનગી બનાવે છે કે યુઝર્સ પણ વીડિયો જોઇ માથુ પકડી લેતા હોય છે. કેટલાક કોલ્ડ ડ્રિંકને મેગીમાં ભેળવે છે તો કેટલાક પછી વ્હિસ્કીનો આઈસ્ક્રીમ બનાવી દે છે. ત્યારે હવે હવે કોઈએ ગુલાબ જામુન દાબેલીની શોધ કરી છે,

જેને જોઈને લોકોનું મન જ નહીં, પણ સ્વાદ પણ બગડી ગયો છે! આ 15 સેકન્ડના વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિ બનની વચ્ચે ગુલાબ જામુન મૂકે છે. આ પછી, બનને તવા પર સારી રીતે શેકવામાં આવે છે અને પછી તેના ચાર ટુકડા કરવામાં આવે છે અને પ્લેટમાં સર્વ કરવામાં આવે છે. આ જોઈને લોકોના હૈયા સ્થિર થઈ ગયા છે. કારણ કે ભાઈએ આનાથી માત્ર જાબેલી પ્રેમીઓનું જ નહીં પણ ગુલાબ જામુનના પ્રેમીઓનું પણ મન બગાડ્યું છે.

આ વિડિયો ટ્વીટર યુઝર @Tabeshq દ્વારા 19 સપ્ટેમ્બરે શેર કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું – ગુલાબ જામુન બર્ગરનો પરિચય! આ પછી આ મામલો ઈન્ટરનેટ પર વાયરલ થઇ ગયો.

Shah Jina