ગુજરાતીઓ માઉન્ટ આબુ જતા પહેલા આ વાંચી લેજો, નહિ તો ભરાઈ જશો

રાજસ્થાનમાં કોરોનાના કહેરને કાબૂમાં લેવા માટે પ્રતિબંધો કામ ના આવ્યા તો સરકારે આખરે વીકેંડ લોકડાઉનનો નિર્ણય લેવો પડ્યો છે. ગહેલોત સરકારે શુક્રવારે સાંજે 6 વાગ્યાથી લઇને સોમવારે સવારે 5 વાગ્યા સુધી વીકેંડ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વીટ કરીને કહ્યુ કે, કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઇને શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી પ્રદેશમાં કર્ફયુ રહેશે. તમને બધાને અપીલ છે કે, કર્ફયુ દરમિયાન સરકારનો સહયોગ કરો અને કોવિડ એપ્રોપિએટ બિહેવિયરનું પાલન કરો.

તેમણે કહ્યુ કે, કર્ફયુ દરમિયાન પહેલાથી ચાલી રહેલ નાઇટ કર્ફયુમાં છૂટની શ્રેણીવાળી સેવાઓ ફળ, શાકભાજી, એલપીજી અને બેંકિગ સેવાઓને પણ સામેલ કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી અશોક ગહેલોતના ગૃહ જિલ્લા જોધપુરમાં કોરોના કંટ્રોલથી બહાર છે. શહેરમાં સંક્રમિત દર્દીઓનો આંક 53 હજારને પાર કરી ગયો છે. ત્યાં જ અત્યાર સુધીમાં 336 લોકોની મોત થઇ ચૂકી છે.

Shah Jina