કળયુગી દીકરીએ પાર કરી ક્રૂરતાની હદ ! માતા-પિતાને બંધક બનાવી બેલ્ટ અને ડંડાથી કરતી પિટાઇ- 4 મહિના સુધી રાખ્યા કેદ

લાડકવાયી દીકરીએ વૃદ્ધ માતા-પિતાને 4 મહિના સુધી બંધક બનાવી ધોકા વડે મારપીટ કરી

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર ઘટના સામે આવે છે કે સાંભળી આપણું લોહી ઉકળી જાય. હાલમાં એક આવી જ ઘટના સામે આવી, જેમાં ભોપાલમાં વૃદ્ધ માતા-પિતા સાથે મારપીટનો મામલો સામે આવ્યો. વૃદ્ધ દંપતીને તેમની જ દીકરીએ 4 મહિના સુધી બંધક બનાવી રાખ્યા હતા અને તે તેમને કોઈને મળવા પણ નહોતી દેતી.

ઘર છોડવાના બદલામાં તે 3 કરોડની માંગ કરી રહી હતી. જો કે, ન આપવા બદલ વૃદ્ધ દંપતિને એટલો માર મારવામાં આવ્યો કે તે પલંગ પરથી ઉઠી જ નહોતા શકતા. બુધવારે જ્યારે આ મામલાની પોલીસને લેખિત અરજી આવી તો તેઓ ઘટનાસ્થળે પહોંચ્આ ત્યારે કપલ રૂમમાં બંધ હાલતમાં જોવા મળ્યું હતું. એસઆઈએ જણાવ્યું કે સીએસ સક્સેના (80) તેમની પત્ની કનક સક્સેના (76) સાથે હબીબગંજની અરેરા કોલોનીમાં રહે છે.

તેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજરના પદ પરથી નિવૃત્ત થયા છે. તેમનો 48 વર્ષનો પુત્ર છે જે માનસિક રીતે બીમાર છે. વૃદ્ધ દંપતીએ તેમની પુત્રી નિધિ સક્સેનાના લગ્ન કર્નલ સાથે કરાવ્યા હતા. યુવતીને બે બાળકો પણ છે.જો કે, થોડા દિવસો પહેલા સાસરિયાઓ સાથે ઝઘડો કરીને પુત્રી ભોપાલમાં તેના માતા-પિતા પાસે આવી હતી અને અહીં આવ્યા બાદ તેણે માતા-પિતા પાસે 3 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

આટલા પૈસા ન હોવાને કારણે વૃદ્ધે ના પાડી તો પુત્રીએ મોટા પુત્ર મેથિલ સક્સેના (21) સાથે મળીને વૃદ્ધ દંપતી સાથએ મારપીટ શરૂ કરી. તેમને કોઇને પણ મળવા દેવામાં ન આવતા અને ઘરમાં 4 મહિના સુધી બંધક બનાવવામાં આવ્યા. બુધવારે બપોરે 12 વાગ્યાની આસપાસ સીએસ સક્સેનાના મિત્રએ લેખિત અરજી આપી કે તેમની પુત્રીએ તેમને ચાર મહિનાથી બંધક બનાવી રાખ્યા છે,

આ પછી પોલીસે તેમને બંધનમાંથી મુક્ત કરાવ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. યુવતીએ વૃદ્ધ માતા-પિતા પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. વૃદ્ધ વ્યક્તિ પથારીમાંથી ઉઠી પણ શકતા નહોતા. તેમણે જણાવ્યું કે 4 મહિના પહેલા સાસુ અને સસરા સાથે ઝઘડો કરીને દીકરી ઘરે આવી અને આ પછી એટીએમ લીધું અને તમામ પૈસા પડાવી લીધા. તે ખાવા માટે એક જ રોટલી આપતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે, ઘટના બાદ આરોપી મહિલા પોલીસ સ્ટેશન આવી હતી અને પોલીસને ધમકી પણ આપી હતી.

Shah Jina