મંદિરમાં ચોરીના આરોપમાં એક યુવકને લોકોએ મારી મારી અને અધમરો કરી નાખ્યો, હાથ જોડીને છોડી દેવાની ભીખ માંગતો રહ્યો, પરંતુ.. જુઓ

રડતો રહ્યો, કરગરતો રહ્યો, છોડી દેવા માટે બે હાથ જોડીને માફી પણ માંગતો રહ્યો, છતાં મંદિરમાં ચોરી કરવા માટે ઘુસેલા આ યુવક ઉપર લોકો લાકડી અને ડંડા લઈને તૂટી પડ્યા, જુઓ

ગુજરાત સમેત દેશભરમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં ખુબ જ વધારો થયો છે, ઘણીવાર આવી ઘટનાઓમાં ચોર પકડાઈ જાય ત્યારે તેને સ્થાનિક લોકો ખુબ જ માર મારતા હોય છે, પરંતુ ઘણીવાર જેણે ચોરી ના કરી હોય અને માત્ર તેના ઉપર શંકા હોય તો પણ લોકો આવા વ્યક્તિને માર મારતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવકને મંદિરમાં લોકો મારતા જોવા મળી રહ્યા છે.

આ ઘટના સામે આવી છે મુઝફ્ફરપુર જિલ્લાના મિથનપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામબાગ વિસ્તારમાંથી. જ્યાં આવેલા મંદિરમાં ચોરીના ઇરાદે ઘૂસેલા આરોપીને ટોળાએ પકડી લીધો હતો. તેને બંધક બનાવીને તેના પર સેંકડો ડંડાઓ મારવામાં આવ્યા. લોહીલુહાણ હાલતમાં મળી આવતાં તેને પોલીસને હવાલે કરાયો હતો. ટોળાના આ તાલિબાની ન્યાયનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં 5-6 યુવકો હાથમાં વાંસની બનેલી લાકડી વડે મારપીટ કરી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આરોપી મંદિર પરિસરમાં જમીન પર બેઠો છે. તેના ચહેરા પરથી લોહી વહી રહ્યું છે. તે તેને માફ કરવા માટે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે. પરંતુ, ગુસ્સે ભરાયેલું ટોળું તેને સજા કરવા માટે ઉતરી આવ્યું છે. આરોપીએ ફરી આવી ભૂલ ન કરવા વિનંતી કરી હતી. તે વીડિયોમાં કહી રહ્યો છે કે તેને ઘરે જવા દે. પરંતુ ભીડમાંથી એક યુવક કહે છે કે તેને પોલીસ સ્ટેશન જવું પડશે. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. ત્યારથી આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

એક પોલીસ અધિકારી દ્વારા જણાવ્યું કે લોકોએ મંદિરમાં ચોરીના આરોપમાં એક યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો છે. તેની પૂછપરછ કરીને નામ અને સરનામાની ચકાસણી કરવામાં આવી રહી છે. તેના આધારે તેને જેલમાં મોકલવામાં આવશે. આરોપી વારંવાર તેનું નામ અને સરનામું બદલી રહ્યો છે. ક્યારેક દરભંગા તો ક્યારેક બગાહાનો રહેવાસી કહેવાય છે. જોકે પોલીસને તેમના સ્તરેથી જાણવા મળ્યું છે કે તે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે.હાલ તો આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે.

Niraj Patel