આ કાગડાનું રેમ્પ વૉક જોઈને તમે પણ રહી જશો હેરાન, મોડેલ પણ તેની આગળ લાગશે ફેલ, જુઓ વાયરલ વીડિયો

આજના આધુનિક સમયમાં અને સોશિયલ મીડિયાના જમાનામાં ભાગ્યે જ કોઈ ઘટના એવી હશે જે છુપી નહીં રહેતી હોય. મોટાભાગનું સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને આ વાયરલ વીડિયો જોવાનો લોકોને આનંદ પણ આવે છે.

હાલ સોશિયલ મીડિયામાં એક કાગડાનો બહુ જ સરસ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કાગડો રેમ્પ વૉક કરતો નજર આવી રહ્યો છે. આ કાગડાને તમે પણ જોશો ત્યારે એમ થશે કે આની આગળ તો ભલભલા મોડેલ પણ ફેલ છે.

માત્ર 10 સેકેન્ડનો આ વીડિયો જોવાની તમને પણ ખુબ જ મજા આવશે. હકીકતમાં કાગડો રેમ્પ વૉક નથી કરી રહ્યો તે તો કોઈ દીવાલની છત ઉપર ચાલી રહ્યો છે, પરંતુ તેને જોઈને એમ જ લાગે છે કે તે જાણે રેમ્પ વૉક કરતો હોય.

આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા લોકોએ નિહાળ્યો છે. આ વીડિયોને સુશાંત નંદાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો છે. તમે પણ જુઓ આ સરસ મઝાના વીડિયોને…

Niraj Patel