ઋષભ પંતનો જ્યાં થયો અકસ્માત તે જગ્યા વિશે જાણીને ફફડી ઉઠશો

દિલ્લી-હરિદ્વાર હાઇવે પર નારસન નજીક જે જગ્યા પર ક્રિકેટર ઋષભ પંતની કાર ડિવાઈડરની રેલિંગ સાથે અથડાઈ તે જગ્યાએ ભૂતકાળમાં પણ અકસ્માતો થયા છે. અહી હાઈવેની પહોળાઈ આઠ ફુટથી ઓછી હોવાના કારણે લોકો અવારનવાર સામેના રોડને લઈને મુંઝવણ અનુભવે છે અને અકસ્માતનો ભોગ બને છે. ભૂતકાળમાં આ સ્થળે દસથી વધુ બનાવો બન્યા છે. વાસ્તવમાં અકસ્માત સ્થળે હાઇવેની બાજુમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.

આ હાઈવેને કારણે NHAI એ હાઈવેની કિનારે ઊંચાઇમાં માટી નાખી છે અને અહીં હાઈવે થોડો નમતો જાય છે અને તેની પહોળાઈ ઓછી થઈ જાય છે. જેના કારણે રસ્તો આઠથી દસ ફૂટ જેટલો ઓછો પહોળો થઈ જાય છે. જેના કારણે ફોર લેન હાઇવે પર ઝડપી ગતિએ આવતા વાહન ચાલકો છેતરાઇ જાય છે. ઘણીવાર ટિલ્ટ પર આવી વાહન ચાલક અચાનક વાહનને જમણી તરફ વાળે તો પાછળથી આવતા વાહન સાથે અથડાવાનો ભય રહે છે. જોઈન્ટ મેજિસ્ટ્રેટ અભિનવ શાહ અને એસપી દેહત સ્વપન કિશોર સિંહે પણ ઘટનાસ્થળે તેની તપાસ કરી છે.

આ સાથે NH અધિકારીઓને સ્થળ પર બોલાવીને તેના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી છે. એસપી દેહતે જણાવ્યું કે આ સ્થળને નિશાન બનાવીને નક્કર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે સવારે ઋષભ પંતની કાર તેજ સ્પીડમાં ડિવાઈડરની બાજુની મજબૂત લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી, ત્યારપછી કાર રેલિંગ તોડીને ડિવાઈડરની બીજી તરફ પહોંચી ગઇ અને પછી પલટી મારી ગઇ, જે બાદ તેમાં આગ લાગી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને થોડી જ દૂરી પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં પહોંચાડ્યો.

Shah Jina